સિહોર તાલુકાના થાળા-પીપરલા ગામે વાડી વિસ્તારમાં કુવામાં ચાલતી કામગીરી દરમ્યાન દિવાલ પડતા કામ કરી રહેલા બે મજુરો દટાયા હતાં. જે પૈકી એકનું મોત થયું હતું. જયારે બીજાને ગંભીર હાલતે પ્રથમ સિહોર બાદ ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિહોર તાબેના થાળા-પિપરલા ગામે વાડી વિસ્તારમાં કુવામાં અંડરગ્રાઉન્ડ દિવાલની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક દિવાલ ધસી પડતા કામ કરી રહેવા ભાંખલ ગામના મનિષભાઈ છનાભાઈ ચૌહાણ (ઉ.વ.૩પ) નામના યુવાનનું દબાઈ જતા મોત થયું હતું જયારે બાબુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૪ર)ને ગંભીર ઈજા પામેલ બનાવની જાણ કરાતા ૧૦૮ ટાણાના પાયલોટ રાજુભાઈ તથા શબ્બીરભાઈ દોડી આવેલ અને સિહોર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે સિહરો પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરેલ છે.