દેશના અતિ સંવેદનશીલ સંરક્ષણ સોદા રાફેલ મુદ્દે દેશની જનતા સામે જુઠ્ઠાણું ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરતી કોંગ્રેસ સામે આજે ભાવનગર શહેર- જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવેલ કે સર્વોચ્ચ અદાલતે દેશની જનતા સમક્ષ કેન્દ્ર સરકારને કલીનચીટ આપી રાફેલ ડીલ મામલે સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રક્રિયા સંપુર્ણ પારદર્શી અને નિયમો મુજબ કરવામાં આવેલ હોવાનું જણાવી સંપુર્ણ સંતોષ વ્યકત કર્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે બે જવાબદારી ભર્યુ વર્તન અને વાણી વિલાસ કરી જનતાને ગેરમાર્ગે દોરતા હોય જનતાની માફી માંગવા જણાવેલ આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ સનતભાઈ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનભા મોરી, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ગીરીશભાઈ શાહ, ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો કાર્યકરો વિગેરે જોડાયા હતાં.