આજરોજ મોટા આગરીયા ગામે રાજુલા પોલીસ સ્ટેશનના ઈ.ચા. પી.આઈ. ડી.એ.તુવર તથા આગરીયા બીટ વીસ્તારના જમાદાર નિરવકુમાર દ્વારા મોટા આગરીયા ગામે પ્રાથમિક શાળામાં વિલેજ વિઝીટ લેતા બહોળી સંખ્યામાં ગ્રામજનો અકેત્રિત થયા અને ગામના દરેક સમાજના આગેવાનો ગામના સરપંચ હાથીભાઈ ખુમાણ, ધરમશીભાઈ શિંગાળા, ઉકાભાઈ કાછડ, રણછોડભાઈ બળદાણીયા, પરસોત્તમભાઈ સગર, બટુકભાઈ સોલંકી, હરીભાઈ બગડા તથા ગામજનોને આગેવાનીમાં મહેમાનગતિથી પી.આઈ.એ હર્ષની લાગણી વ્યક્ત કરી તેમજ પોલિસ સદાય પ્રજા માટે છે અને દરેક ક્ષણ પ્રજાને મદદરૂપ થવા તત્પર છે.