બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સુચના અને માર્ગદર્શન અનુસાર સમગ્ર ગુજરાતના તમામ વકિલ મંડળોની ચૂંટણી તા. ર૧-૧ર-૧૮ના રોજ યોજાનાર હતી. જેમાં સિહોરવકિલ મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે આજે તા. ૧૮-૧ર-૧૮ના રોજ ચારેય હોદ્દા માટે પ્રમુખ કમલેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શરદભાઈ ભટ્ટ, સેક્રેટરી મનિષભાઈ ગોહિલ અને ખજાનચી તરીકે ફરીદાબેન પઢીયાર સિવાય કોઈ ફોર્મ રજુ ન થતા ચારેય હોદ્દેદારોને બિનહરિફ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
ચૂંટણી અધિકારી તરીકે જીતુભાઈ કરમીયા અને હમીદભાઈ મકવાણાએ પ્રશંસનીય કામગીરી હતી. નવા વરાયેલા હોદ્દેદારોએ સિહોર વકિલ મંડળના તમામ સદસ્યોનો આભાર માની આગામી વર્ષ માટે સક્રિય રીતે કામગીરી કરવાની ખાત્રી આપી હતી. આ કાર્યવાહીમાં સીનીયર એડવોકેટ રાજુભાઈ જાની, કે.જે.રાણા, અશોકભાઈ જાની, નરેન્દ્રભાઈ વાળા ડી.સી.રાણા હિરનેભાઈમ હેતા સહિત હાજર રહેલ.