સિહોરમાં ઓર્ગેનિક લિક્વિડનો ટાંકો ફાટ્યો : કોઈ જાનહાની નહીં

676
bhav892017-1.jpg

સિહોર ખાતે આવેલ વૈષ્ણવી બાયોટેક કંપનીમાં ગત તા.૩૧ના રોજ ઓર્ગેનિક લિક્વિડ ભરેલો ટાંકો ફાટ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પોલીસે આજરોજ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સિહોરની વૈષ્ણવી બાયોટેક કંપનીના મેનેજર મુકેશભાઈ જોશીએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે, ગત તા.૩૧ના રાત્રિ દરમ્યાન ૩પ૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો ઓર્ગેનિક લિક્વિડ ભરેલો ટાંકો ફાટ્યો હતો. બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ટાંકો ફાટતા કંપનીને ૬૦ લાખ ઉપરાંતનું નુકશાન થવા પામ્યું છે. પોલીસે મેનેજર મુકેશભાઈ જોશીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article થોરાળી ગામનું તળાવ લીક-સર્જી શકે છે જળ હોનારત
Next article ચિત્રામાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત