આરોગ્યનું અલપ ઝલપ

1071

રાષ્ટ્રીય પીનું ચા ઘણા રોગોને અટકાવે છે !! જાપાન,યુરોપ, અમેરિકા વિગેરેમાં થયેલ સંશોધનોના તારણ મુજબ રોજ બે થી ત્રણ (મધ્યમ સાઈઝ) કપ બહુ કડકન હોય તેવી ખાંડ વિનાની ઓછું દુધ નાખેલી ચા ઘણા ફાયદા કરે છ ે. હૃદયરોગનો હુમલો  થવાની શક્યતા પચાસ ટકા ઘટે છે. આયુષ્યમાં દસ ટકા વધારો થાય છે. ખરાબ કોલેસ્ટેરોલ ઘટે છે, સારૂ કોલેસ્ટેરોલ વધે છે. પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘટે છે. દાંતમાં કેવીટી થતી અટકે છે. હાડકા પોલા થતાં અટકી જાય છે. (નિષ્ણાંતો ઉપરોકત લાભ માટે ઠંડી ચા પીવાનું કહે છે – ગરમ, મીઠી નહિં.)

ઓસ્ટ્રેલિયામાં થએલ સંશોધન પ્રમાણે રોજ પાંચ ગ્રામથી ઓછું નિમક (મીઠું) ખાવાથી નીચેના ફાયદાઓ થાય છે. બી.પી. વધવાની, હાર્ટ એટેક તથા સ્ટ્રોક (લકવો વી.) થવાની શક્યતા ઘણી ઘટે છે. મોતીયો (કેટરેક) મોડો આવે છે. કીડનીનાં રોગો થવાની શક્યતા ઘટે છે. આંખના પડદાં ખસવાની (ડીટેચમેન્ટ) શક્યતા ઘટે છે. માટે વધારે પડતો મુખવાસ, અથાણા, પાપડ, ચટ્ટણી, ફરસાણ, ખારા કાજુ, ખારી શીંગ, મઠીયા, સોસ, ટોમેટો કેચઅપ વગેરે બંધ કરવાં. ઉપરથી નિમક ભભરાવાની ટેવ છોડવી (સરેરાશ ગુજરાત રોજ ર૦ ગ્રામ નીમક (મીઠું) વાપરે છે.) ઉપરોકત લાભ માટે માત્ર પાંચ ગ્રામ રોજ લેવાનું છે – ફાવશે ?

કાળી કે લીલ દ્રાક્ષ રોજ ખાવાથી કેન્સરની શક્યતા ઘટે છે. શિકાગોના વૈજ્ઞાનિકોના સંશોધને સાબિત કર્યું છે કે તાજી કાળી કે લીલી દ્રાક્ષમાં રીઝર્વેટોલ નામનું એન્ઝાઈમ હોય છે જે કેન્સર પેદા કરનારા ાસયકોલોજીનેસ પદાર્થનો નાશ કરે છે. કેટલાકં કિસ્સામાં નિયમિત ૧૦૦ ગ્રામ તાજી કાળી દ્રાક્ષ ખાવાથી ફ્રી રેડીકલ અને કેન્સર પેદા કરનાર તત્વો (કારસીનોજન) ઘટવાથી કેન્સર થયું હોય તો તે આગળ વધતું અટકી જવાનું પણ માલુમ પડ્યું છે.

અમેરિકન સાયકોલોજીકલ સોસાયટી : ખડખડાટ હસવાથી હાઈ બી.પી., શરીરની નાની પીડાઓ તથા માનસિક તણાવમાં ઘણો ફાયદો થાય છે.

રોચેસ્ટર યુનિવર્સિટી : રોજ  એકાદ કલાક રોકીંગ ચેર (ઝૂલણ ખુરશી)માં ઝુલવાથી મનોતાણ (ટેન્શન) તથા ઉંચા લોહીના દબાણમાં ફાયદો થાય છે.

કોલંબિયા યુનિવર્સિટી (ડો. કેરાલીન) : લેમન-ટી (લીંબુ વાળી, ખાંડ તથા દુધ વિનાની ચા)થી સખત શરદીમાં તાત્કાલિક રાહત થાય છે.  એમ.એસ.યુનિ. વડોદરા ફાર્મસી ડિપાર્ટમેન્ટના સંશોધનના તારણો મુજબ સરગવાની શીંગ તથા પાંદડામાં સિટોસ્ટોલ તત્વ હોય છે. જે કોલેસ્ટેરોલ ઘટાડે છે. અને એચડીએલ (સારૂં કોલેસ્ટેરોલ) વધારે છે આમ હૃદયરોગ અટકાવે છે. ઉપરાંત તે કેન્સર પ્રતિકારક ગુણો ધરાવે છે.  અને લીવરનું આરોગ્ય વધારવા સાથે શરીરનું વજન ઘટો છે. ઉપરાંત સરગવો ટોકસીન (જેરી તત્વો પેદા થતો અટકાવે છે.

એલર્જીની અજબ ગજબની અદા

૧૦૦માંથી ૭૦ વ્યકિત કોઈને કોઈ સમયે એલર્જીનો ભોગ બની હોય છે. કોઈ વસ્તુ માફક ન આવે અને તેનાથી તકલીફ થાય તે એલર્જી. કોઈપણ ખોરાક, દવા, ફુલની અન્ય સુગધં, વિજળીના કડાકા ભડાકા સ્કે કોઈપણ ન ગમતી વ્યક્તિ પણ એલર્જી કરી શકે. એલર્જીના પરિણામરૂપે શરદી, માથું દુઃખવું, શ્વાસ ચડવો, શરીરમાં શીળસ કે ખુજલી, અરૂચિ, ઉબ્કા વગેરે વગેરે લક્ષણો થઈ શકે. એલર્જી મટાડવાના અનેક દાવા દરેક પથી (આરોગ્ય શાસ્ત્રો)માં થયા છે. પણ હજુ પુરી સફળતા નથી મળી. એલર્જી જે ચીજથી ઉત્પન્ન થતી હોય તેને બુદ્ધિપુર્વક અખતરા અને અનુભવથી શોધી કાઢી, તેનાથી દુર રહેવું, એ શ્રેષ્ઠ ઉપાય છે. એલર્જીની દબાવવાની દવાનો ઉપયોગ વારંવાર ન કરવો. ભારતના ટોચના એલર્જી નિષ્ણાંત કહે છે કે નાકમાં પાણી આવે એટેલે વારંવાર નાકના ટીપા નાખવાથી લાંબે ગાળે નાક બ્લોક થઈ જાય છે. અને પછી દ્યર્દી લાં….બો ખર્ચો કરીને પોતે લાં….બો થઈ જાય છે. એલર્જી નિષ્ણાંત ખાસ દવા, ઈંજેકશનો દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારી થોડા અંશે એલર્જીને કાબુમાં (૩૦ થી ૪૦ ટકા) લાવે છે. ઘણીવાર એલર્જી સેલ્ફ લિમિટિંગ હોય છે. (આપોઆપ મટી જાય છે.) જેથી જેણે છેલ્લે સારવાર કરી હોય તે જશ ખાટી જાય છે. એક તબીબને સી ફૂડ (દરીયાઈ ખોરાક)ની એલર્જી હતી. થોડા જીંગ કે ફીશ ખાય તો શરીર પર શીળસ એવું ભયંકર નિકળે કે એલર્જી વિરોધી દવાની ૧પ-ર૦ ગોળી પણ અસર ના કરે, ઈંન્જેકશનો લેવાં પડે. આઠ દશ વર્ષ બાદ કુદરતી રીતે એલર્જી ગાયબ! ગમેત ેટલું સી-ફુડ ખાય તો પણ કંઈ નથી થતું. (દર્દીની હાલ ઉંમર ૬પ) થેંક ગોડ. ડો. લાલાણીને (ઉંમર વર્ષ રપ) એટલી ભયંકર એલર્જી કે ડઝન ઈન્જેકશનો એક દિવસમાં લે ત્યારે માંડ માંડ એલર્જીથી થતું શીળસ અને ખંજવાળ (જાયન્ટ અર્ટીકેરીયા) કાબુમાં આવે. અચાનક કારણ પકડાયું… રીંગણા!! બસ રીંગણાનો ત્યાગ, એલર્જી હવે ડો. લાલાણીના લાલંલાલ નથી કરતી. લીલા લાહેર કરે છે. રીંગણા સિવાય બધુ ખાય છે.

Previous articleરાજુલા વિધાનસભા પર કોંગ્રેસ પક્ષના શાસનનું ૧ વર્ષ પુર્ણ થયું : ભાજપ દ્વારા મૌન રેલી કાઢી
Next articleઅત્યારે અને આવનારી પેઢીનો સાથી વફાદાર હશે ખરી ?