ભારતની લશ્કરી, ખાસ કરીને હવાઈ દળની તાકાત વધારનાર દૂરસંચાર ઉપગ્રહ ય્જીછ્-૭છને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થાએ આજે અહીં ય્જીન્ફહ્લ૧૧ રોકેટની મદદથી અવકાશમાં લોન્ચ કરી દીધો છે. શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી આ સેટેલાઈટને લોન્ચ કરવામાં ઈસરોનાં વિજ્ઞાનીઓને સફળતા મળી છે. સ્પેસ સેન્ટર ખાતેથી સાંજે બરાબર ૪ઃ૧૦ વાગ્યે આ ઉપગ્રહને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. અવકાશમાં ય્જીછ્૭છ ઉપગ્રહ ભારતીય હવાઈ દળ માટે ‘સીક્રેટ ઈઅી’ તરીકે કામગીરી બજાવશે.
ય્જીછ્-૭છ ઈસરોનો ૩૫મો કમ્યુનિકેશન સેટેલાઈટ છે. એના નિર્માણ પાછળ રૂ. ૫૦૦-૮૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ સેટેલાઈટનું વજન ૨૨૫૦ કિલોગ્રામ છે.
દેશના નવા કમ્યુનિકેશન્સ સેટેલાઈટ ય્જીછ્-૭છને ‘ઈન્ડિયન એન્ગ્રી બર્ડ’ નામ આપવામાં આવ્યું છે. આ સેટેલાઈટ લોન્ચ થવા સાથે જ ભારતીય સૈન્યની કમ્યુનિકેશન્સ ક્ષમતા વધી જશે..ય્જીછ્૭છ સેટેલાઈટ ભારતમાં તમામ હવાઈ દળના મથકોને ઈન્ટરલિન્ક કરશે. તે ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્થાનો પરથી ડ્રોનની કામગીરીઓને ઉત્તેજન આપશે, સૈન્યને ટેક્નોલોજીકલી અપગ્રેડ કરવામાં મદદ મળશે.
આ સેટેલાઈટ ખાસ કરીને ભારતીય હવાઈ દળ અને ભૂમિ દળની તાકાત વધારવા માટે બનાવવામાં આવ્યો છે.
ચંદ્રયાન-૨ના લોન્ચિંગ માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. તે ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-૨ના ત્રણ ભાગ છે. આર્બિટર (ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરશે) લેન્ડર-વિક્રમ (ચંદ્રની જમીન પર ઉતરશે) અને રોવર (ચંદ્ર પર અલગ અલગ પરિક્ષણ કરશે)
હાલ દુનિયામાં લગભગ ૩૨૦ મિલિટ્રી સેટેલાઇટ્સ છે, જે ધરતીના ચક્કર લગાવી રહ્યા છે. જોકે, તેમાંથી અડધા અમેરિકાના છે. ત્યારબાદ સૌથી વધુ મિલિટ્રી સેટેલાઇટવાળો દેશ રશિયા અને ચીનનો નંબર આવે છે. આજના સમયમાં ચીન, ભારતનો કટ્ટર પ્રતિદ્વંદી પૈકીનો એક દેશ છે.
ચીને અંતરિક્ષમાં યુદ્ધ રણનીતિના મામલામાં ઘણો વિકાસ કરી લીધો છે. ચીને પોતાના છજીછ્ હથિયારોનો પ્રયોગ પણ જાન્યુઆરી ૨૦૧૭માં કરી ચૂકી છે. તે એન્ટી-સેટેલાઇટ હથિયાર છે, જે ઓછી ઊંચાઈના સેટેલાઇટ્સની વિરુદ્ધ કામ કરે છે.