આધારકાર્ડ માટે દબાણ કરનારને, ૧ કરોડનો દંડ અને૧૦ વર્ષની કેદ

1419

આધાર કાર્ડની જરૂરિયાતને લઇ કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. હવે તમારે બેન્કમાં ખાતું ખોલાવા કે પછી સિમ કાર્ડ લેવા માટે આધાર આપવું જરૂરી રહેશે નહીં પરંતુ સંપૂર્ણપણે તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને સરનામાના પ્રમાણ તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવા પર બેન્ક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં આમ કરનાર કંપનીઓના કર્મચારીઓને ૩ થી ૧૦ વર્ષની સજા પણ થઇ શકે છે. આમ હવે તમે સિમ કાર્ડ લેવા કે પછી બેન્કમાં ખાતું ખોલાવા માટે આધાર કાર્ડની જગ્યાએ પાસપોર્ટ, રાશન કાર્ડ, કે પછી બીજા કોઇ માન્ય દસ્તાવેજ હકની સાથે ઉપયોગ કરી શકો છો. કોઇપણ સંસ્થા આધાર કાર્ડના યુઝ માટે તમારા પર દબાણ નાંખી શકશે નહીં. સરકારે પ્રિવેન્શ ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરી આ નિયમને સામેલ કર્યો છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી દીધી હતી. સરકારી સૂત્રોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખતા આ નિર્ણ. લેવાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુનિક આઇડીને માત્ર વેલફેર સ્કીમો માટે જ ઉપયોગ કરી શકાય છે.

કાયદામાં નવા સંશોધનના મતે આધાર ઓથન્ટિફિકેશન કરનારી કોઇ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર જણાઇ તો ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને ૧૦ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

આ સંશોધનોને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે. જો કે રાષ્ટ્ર હિતમાં આવી માહિતી આપી શકાય છે. કેન્દ્ર સરકારે આ નિર્ણયના કારણે હવે તમારે બેંકમાં ખાતું ખોલાવવા કે સિમ કાર્ડ લેવા માટે આધાર આપવાની જરુરી નહીં પડે. અત્યાર સુધી કંપનીઓ અને બેંકોએ તેને ફરજિયાત કર્યું હતું.

આ રીતે તમને આધાર પર અધિકાર પણ મળ્યો છે કે તમે ઈચ્છો તો તેની માહિતી આપો અથવા ન આપો.

Previous articleભારતીય વાયુસેના શક્તિશાળી : ઈસરોએ લોન્ચ કર્યો દૂરસંચાર ઉપગ્રહ GSAT-7A
Next articleઓગસ્ટા પ્રકરણ : મિશેલની ૧૦ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો