વાયબ્રન્ટ – ર૦૧૯ અંતર્ગત સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ અંગે સેમિનાર અને ચિંતન

731

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ બળ આપવા કૌશલ્યવાન માનવબળનું નિર્માણ અત્યંત જરૂરી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -૨૦૧૯માં આ વાતને ધ્યાને લઈને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ  ના રૂપે ચાર સ્તંભો દ્વારા કૌશલ્યવાન માનવબળના નિર્માણ માટે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે.  કોન્ફરન્સમાં ચારેય ક્ષેત્રના વૈશ્વિક તજજ્ઞો સમૂહ ચિંતન કરશે. આ કોન્ફરન્સ સંદર્ભે શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આગામી દશકામાં સાયન્સ અને મેથ્સ જેવા ક્ષેત્રોમાં અંદાજે ૮૦ ટકા રોજગારીનું સર્જન થશે. આ વાતને ધ્યાનમાં લઈને જ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્યવાન માનવબળના ઘડતરમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (જી્‌ઈસ્) ક્ષેત્રોને મહત્વ આપી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

આ કોન્ફરન્સમાં ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને ખાસ રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજવામાં આવશે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ યોજાનાર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગએન્ડ મેથેમેટિક્સ’  થીમ પરની આ  ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અંગે માહિતી આપતાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, જી્‌ઈસ્ને પ્રોત્સાહન માટે નીતિગત નિર્ણયો લેવામાં અને વ્યવહારૂ ઉકેલ શોધવાનો આ કોન્કલેવનો ઉદ્દેશ છે. આ ઉપરાંત શિક્ષણની વિકાસ યોજના તૈયાર કરી ઉદ્યોગોને જરૂરી એવા કૌશલ્યો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઘડતર થતા કૌશલ્યો વચ્ચેના અવકાશને ઘટાડવા જી્‌ઈસ્ ક્ષેત્રો સેતુરૂપ ભૂમિકા ભજવી શકે તે આ કોન્ફરન્સનો ઉદ્દેશ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં ‘સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ’ ને કેવી રીતે પ્રોત્સાહન આપવું તે અંગે અગ્રણી શિક્ષણવિદ્દ, વરિષ્ઠ અધિકારીઓ, પોલીસીમેકર્સ, ઉદ્યોગપતિઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા-વિચારણાનું આયોજન કરાશે.

વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન અને ઈનોવેશન આર્થિક સમૃદ્ધિ અને સફળતાની ચાવી છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે આગામી દશકમાં અંદાજિત ૮૦ ટકા નોકરીઓનું સર્જન મેથ્સ અને સાયન્સ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા લોકો માટે ઉભી થશે તેની માહિતી આપતાં અગ્રસચિવે પત્રકારોને સંબોધતાં કહ્યું કે, જી્‌ઈસ્ ક્ષેત્ર ભારત જેવા દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, જ્યાં ઓટો કોમ્પોનન્ટ્‌સ, લાઈફ સાયન્સ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ અને સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સહિત એન્જિનિયરીંગના સાધનોના ઉત્પાદનમાં વધારો કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “સમગ્ર દેશમાં ગુજરાત ઉત્પાદન અને માનવશક્તિના સંદર્ભમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ગુજરાત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા ફાળો આપે છે અને કુલ ફેક્ટરીઓમાં ૧૦ ટકા જેટલો મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. રાજ્યમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ જેવી કે પીડીપીયુ, ડીએ-આઈઆઈસીટી, જીટીયુ દ્વારા સંશોધન અને નવીનતા ક્ષેત્રે પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.”

આ પ્રસંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની સાથે-સાથે શ્રેષ્ઠ રીસર્સ પેપરનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ દ્વારા વિભાગને ૧૦૦ થી વધુ રીસર્ચ પેપર્સ પ્રાપ્ત થયા છે. આ રીસર્ચ પેપર્સને રીવ્યુ કરીને જર્નલની વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવશે. (૧) જી્‌ઈસ્ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પોલીસી સુધારણા (૨) જી્‌ઈસ્ ડિસીપ્લીનને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક અધ્યયન અને ઈનોવેશન (૩) રીસર્ચ ક્ષેત્રમાં જી્‌ઈસ્નું યોગદાન એમ ત્રણ કેટેગરીમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર્સને પ્રેઝન્ટ કરવાની તક આપવામાં આવશે. શ્રેષ્ઠ ૩ રીસર્સ પેપર્સને અનુક્રમે રૂ. ૧ લાખ, રૂ. ૭૫,૦૦૦ અને રૂ. ૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.

કોન્ફરન્સના પ્રારંભિક સત્રમાં ગુજરાતની વિવિધ ૬૫ યુનિવ ર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા સાયન્સ, એન્જિનિયરીંગ, ટેકનોલોજી ક્ષેત્રના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો ઉપસ્થિત રહેશે.

Previous articleલઘુમતી આયોગને બંધારણીય હક્ક મળે તે માટે કાયદો પસાર કરવા માંગ
Next articleસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ : તપાસ કરનાર રજનીશ રાયનું રાજીનામું