રાજયની ૧૧ યુનિવર્સિટીના ૩૦ તજજ્ઞોએ કેએસવીની સહિત ગુજરાતના સીએમ સાથેે મુલાકાત

556

રાજયની ૧૧ યુનિવર્સિટીઓના વિવિધ વિભાગોના ૩૦ તજજ્ઞો, બ્રિટીશ હાઈ કમિશ્નર જેફવેન, જીટીઈટીના શીતલ નાગોરી  કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરની મુલાકાત લીધી હતી. વિવિધ વિભાગોના તજજ્ઞોએ યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓથી પણ માહિતીગાર થયાં હતાં. કડી સર્વ વિશ્વવિદ્યાલના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સમાજને સમૃદ્ધ બનાવો હશે તો શિક્ષણ આવશ્યક છે. સામાજિક જવાબદારી છે.  ’કર ભલા હોગા ભલા’ના સૂત્ર સાર્થક કરે છે. જેને અવિરત સંસ્થાના ટ્રસ્ટી મંડળ, સહિત તમામ કર્મચારીઓ પૂર્ણ કરવાના પ્રયાસો અવિરત કરી રહ્યાં છે.

રાજયની ૧૧ યુનિવર્સિટીઓમાંથી આવેલા તજજ્ઞોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. મંત્રીઓ સાથેની મુલાકાતમાં  લંડન(યુકે) ખાતે ૧૦ દિવસનો એક સેમિનાર યોજાયો હતો. જેમાં શિક્ષણ સહિતના વિવિધ પાસાંઓ પર ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યું હતું.  જેના તારણોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચામાં લેવાયા હતા. યુનિવર્સિટીના પ્રસેડિટેન્ડ વલ્લભભાઈ પટેલની આગેવાની સાથે થયેલી મુલાકાતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી.

આ સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલયની કામગીરીથી પરિચીત મુખ્યમંત્રી તથા નાયબમુખ્યમંત્રીએ યુનિવર્સિટીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે રીસર્ચ અને શિક્ષણના  વિવિધ વિષયોને વિચારો પ્રગટ કર્યા હતા.

બ્રિટીશ હાઈ કમિશ્નર જેફવેન, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલ,જીટીઈટીના શીતલ નાગોરી, ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફ ટ્રેનિંગ કોલેજના ડાયરેકટર ડો. જગદીશ જોશી  સહિત રાજયની ૧૧ યુનિવર્સિટીઓના વિવિધ વિભાગોના ૩૦ તજજ્ઞો  ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleગાંધીનગર સહિતનાં રાજ્યનાં છ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી પણ નીચે ગગડ્‌યો
Next articleલઘુમતી આયોગને બંધારણીય હક્ક મળે તે માટે કાયદો પસાર કરવા માંગ