રાજ્યભરમાં હાડ થિજાવતી ઠંડી : નલિયામાં ૫.૮

594

ગુજરાતમાં આજે સતત બીજા દિવસે હાડ થિજાવતી ઠંડીનું મોજુ રહ્યું હતું. કોલ્ડવેવની ચેતવણી પણ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની ચેતવણી જારી કરાઈ છે. ઠંડીથી બચવા માટેના તમામ પ્રયાસો લોકો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવથી જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. અહીં પારો ગગડીને ૫.૮ સુધી નીચે પહોંચી ગયો હતો. કંડલા એરપોર્ટ ખાતે પણ લઘુત્તમ તાપમાન ગગડીને ૬.૮ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું હોવા છતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્ર બજારમાં આજે મંગળવારના દિવસે ભારે ભીડ જોવા મળ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની સ્થિતિ રહેશે.

હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ ફરી વળે તેવી શક્યતા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.

Previous articleખેડૂતો માટે રાહતના સમાચાર, સિંચાઈ માટે સરકાર ભાદર-૨ ડેમમાંથી પાણી છોડશે
Next articleરાજ્યના ડીજીપીની કડક કાર્યવાહી, બે પોલીસ ઇન્સપેક્ટરને કર્યા સસ્પેન્ડ