ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપના અધિકારીઓ દ્વારા આ મુદ્દે જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થા સંબંધિ જરૂરી વિગતો મેળવાશે અને મહાત્મા મંદિરની મૂલાકાત લઇને ક્યાં કેવી સુરક્ષા ગોઠવવી જરૂરી બનશે તે સંબંધિ કવાયત શરૂ કરવામાં આવશે. નોંધવું રહેશે કે આ દિવસો દરમિયાન મહાત્મા મંદિરને હાઇ સિક્યુરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવશે.
વાઇબ્રન્ટ સમિટ પહેલા આફ્રીકા ડેની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાનાર છે અને તેમાં પણ દેશ અને વિદેશના મહાનુભાવો હાજર રહેવાના છે.
ગાંધીનગર પોલીસ ઉપરાંત અન્ય જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં તૈનાત કરવાની સાથે સ્પેશિયલ ઓપરેશન ગૃપના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં મૂકાશે. તે ઉપરાંત વડાપ્રધાન ગાંધીનગર આવવાના હોવાથી નેશનલ સિક્યુરિટી ગાર્ડના જવાનો પણ ખરા સમયે મોરચો સંભાળી લેશે.