ખેડૂતના પાક રક્ષણ હથિયારના પરવાના ફી ૬૦ થી વધારી ૧પ૦૦ કરાઈ

661

ખેડૂતોના પાક રક્ષણ હથિયારના પરવાના રિન્યુઅલ ચાર્જ રૃ.૬૦ હતો જેમાં થોડા વર્ષો પૂર્વે તોતીંગ વધારો કરી રૃ.૧પ૦૦ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોના પ્રશ્નો બાબતે રજુઆત કરી છે. જેમાં હથિયાર પરવાના રિન્યુઅલનો તોતીંગ ચાર્જ મુદ્દે પણ રજુઆત કરાઈ છે. મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિકાસ તેમજ લોકોની વિવિધ સમસ્યા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લા દ્વારા પણ ખેડૂતોના રર જેટલા પ્રશ્નો બાબતે લેખીત રજુઆત કરી હતી. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મંજુર કરેલ ગૃહ ઉદ્યોગની જરૃરી લોનલીડ બેન્કો માંગણી પ્રમાણે ધીરાણ કરતી નથી. રિસર્વેની કામગીરીમાં અનેક ભુલો હોવા છતાં પુનઃ રિસર્વે કરાવતા તેની તેજ ભુલો યથાવત રહે છે. સહીત થોડા વર્ષો પૂર્વે ખેડુતોના પાક રક્ષણ હથિયાર પરવાના રિન્યુઅલ ચાર્જ રૃ.૬૦ હતો જે વધારી રૃ.૧પ૦૦ કરી દેવામાં આવ્યો છે જે વધુ હોવાથી પુનઃ સામાન્ય ટોકન ચાર્જ રાખવા માંગ કરી છે.

Previous articleવાઇબ્રન્ટ સમયે મહાત્મા મંદિરને હાઇ સિક્યુરિટી ઝોનમાં ફેરવાશે
Next articleપાટીદારના પ્રશ્નો નહીં ઉકેલાય તો જસદણમાં હાર નિશ્ચિત : એસપીજી