પાટીદારના પ્રશ્નો નહીં ઉકેલાય તો જસદણમાં હાર નિશ્ચિત : એસપીજી

704

જસદણની પેટા ચુંટણીમાં કુંવરજી બાવળીયાને હરાવવા માટે ભાજપના લોકો મેદાનમાં ઉતર્યા છે અને પાટીદારના અનામત સહિતના મુદ્દાનું નિરાકરણ નહી આવે તો ત્રણ રાજ્યોની જેમ ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત થશે તેમ અમદાવાદથી ગાંધીનગર આવી પહોંચેલી પાટીદાર ન્યાયયાત્રામાં સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકારને મતદારોએ ઘરનો રસ્તો બતાવી દીધો છે. તેમાંય મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો કોંગ્રેસને મતદારોએ સિંહાસન આપતા કોંગ્રેસ કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળીમ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અને ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પ્રતિષ્ઠાનો સવાલ બનેલી જસદણ પેટા ચુંટણીને જીતવા માટે કમરકસી રહ્યા છે. ત્યારે જસદણની બેઠકમાં ભાજપના લોકો જ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવા મેદાનમાં ઉતર્યા હોવાનો સણસણતો આક્ષેપ સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કરતા પેટાચુંટણીના મતદાન પહેલાં રાજકીય ભુકંપ સર્જાયો છે. જસદણ પેટા ચુંટણીનું મતદાન તારીખ ૨૦મી, ડિસેમ્બર ના રોજ યોજાશે. સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં અમદાવાદથી ગાંધીનગર આવી પહોંચેલી પાટીદાર ન્યાયયાત્રા સત્યાગ્રહ છાવણી ખાતે સભામાં ફેરવાઇ હતી. સભાને સંબોધતા લાલજી પટેલે જણાવ્યું હતું કે પાટીદારને અનામત સહિતના મુદ્દાઓનું નિરાકરણ નહી આવે તો ત્રણ રાજ્યોની જેમ ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છે.

ઉપરાંત લોકસભાની ચુંટણીમાં ભાજપને માઠા પરિણામો ભોગવવા પડશે. ન્યાયયાત્રામાં પાટીદારોને અનામત આપો, શહિદોને ન્યાય, દમનકારીઓને સજા, આંદોલન કારીઓ ઉપરના બાકી કેસો પરત ખેંચવા, પાટીદાર સમાજનો સર્વે કરવો તેમજ બીન અનામત આયોગના શરતોમાં લોકઉપયોગી થાય એવા સુધારા કરી તાત્કાલિક લાભ મળે તેવું આયોજન કરવાની માંગણી એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષે કરી હતી.

Previous articleખેડૂતના પાક રક્ષણ હથિયારના પરવાના ફી ૬૦ થી વધારી ૧પ૦૦ કરાઈ
Next articleગુજરાતના ખેડૂતોએ દેવા માફી માટે સરકાર પાસે અપીલ કરી