મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા કમલનાથ મુખ્યમંત્રી બન્યા છે. કમલનાથે સૌથી પહેલા ખેડૂતોના દેવા માફની ફાઈલો પર સાઈન કરી હતી.મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ખેડૂતોના દેવા માફ થયા બાદ હવે ગુજરાતના ખેડૂતો પર દેવા માફી માટે સરકાર પાસેથી અપીલ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં ગુજરાત સરકાર સામે ખેડૂતોને પડતી તકલીફો માટે સરકાર વિચારેને નિર્ણય કરે તેવી માગ કરી હતી.આ દરમિયાન ખેડૂતોમાં સરકાર સામે રોષ પણ જોવા મળ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં પ્રથમ વખત કોંગ્રેસની સરકાર આવતા તેમણે દેવા માફ કર્યા છે, ગુજરાતમાં ૨૦ વર્ષથી ભાજપની સરકાર હોવા છતા ખેડૂતલક્ષી કોઈ નિર્ણય કરવામાં આવતો નથી.
સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવે છે. આ યોજનાઓ મેળવવા માટે ખેડૂતોને વધુ રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ દરમિયાન તેમણે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માગ કરી છે.આ સાથે જ ખેડૂતોએ જણાવ્યું છે કે, જો ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી તો, સરકાર દ્વારા ખેડૂતો માટે યોગ્ય જાહેરાત કરવામાં આવવી જોઈએ.