આજરોજ સરકારી નર્સિંગ કોલેજ ભાવનગરના બીએચસી નર્સિંગના ચોથા વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના પ્રિન્સીપાલ એચ.ટી. દવે અને ફેકલ્ટીના માર્ગદર્શનથી તેમજ શાંતિલાલ શાહ સ્કુલના પ્રિન્સીપાલના સહકારથી તેમની સ્કુલમાં બેટી બચાવો, બેટી પઢાવો અંગેની જાગૃતિ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય સહિત સ્ટાફ-વિદ્યાર્થીઓ વગેરેએ ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું.