સનાતન શાળાના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન

611

ભાવનગરની સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કુલના ૩૮ વર્ષ પહેલાના ૧૯૮૦માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. વર્ષોના અરસા બાદ એક સાથે ભણેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા હતા અને શાળાના સમયના સંસ્મરણો તાજા કરી સૌ ભાવવિભોર બન્યા હતા. વિદ્યાર્થીઓ પોતે જે ક્લાસમાં ભણતા હતા. જે બેચ્ન પર બેસતા હતા તે જોઈને ભૂતકાળ સરી પડ્યા હતા. બાળપણ અને શાળાના દિવસો ક્યારેય ભુલાતા નથી. એનો અહેસાસ દરેક વિદ્યાર્થીઓએ કર્યો હતો. શાળાની વિદ્યાર્થીની શોભના શાહ મુંબઈથી તથા પારૂલ અમદાવાદથી આ પ્રસંગે હાજર રહેલ.

Previous articleબેટી બચાવો, બેટી પઢાવો નાટક
Next articleરાજકોટ જેલમાંથી પેરોલ પરથી ફરાર કેદી પિસ્ટલ સાથે બાબરકોટથી ઝડપાયો