જાફરાબાદનું બલાણા ગામ એટલે માનવભક્ષી દિપડાનું રહેઠાણ વન વિભાગની બેદરકારીથી બન્યું. એક રબારી ભાઈને દિપડાએ મોતને ઘાટ ઉતાર્યા પછી દર બે દિવસે દિપડા પકડાતા શરૂ થયા આજે ગામમાં જ રાણાભાઈ બાંભણીયાના ઘરમાં દિપડીએ બે બચ્ચાનો જન્મ આપ્યો. આનાથી તો કેવી કઠણાઈ ગામ આખુ દહેશતમાં આવી ગયું છે.
લ્યો બોલો જાફરાબાદનું બલાણા ગામ વન વિભાગની ઘોર બેદરકારીથી માનવભક્ષી દિપડાનું રહેઠાણ બન્યું. થોડા દિવસો પહેલા માલધારી રબારી સમાજના યુવાનને ગામના પાદરમાં જ મોતને ઘાટ ઉતારી ખાઈ ગયો તો પણ વન વિભાગે કોઈ નક્કર પગલા ન ભરતા સરપંચ છગનભાઈ ડાભી, ઉપસરપંચે પણ માલધારી સમાજ સાથે આરએફઓ રાજલબેન પાઠકથી લઈ ડીએફઓ, ડીસીએફ સુધી રજૂઆતો કરેલ પણ ગામમાં પ્રસરી ગયેલ દહેશતના માહોલને શાંત પાડવાના બદલે બલાણા ગામ દિપડાનું રહેઠાણ બન્યુ. નિતેશભાઈ રબારી માલધારીના જણાવ્યા મુજબ હમણાને હમણા પાંચ દિપડાને વન વિભાગે પકડી પાડેલ ત્યાં આજે નવો અજબ કિસ્સો દિપડીએ બનાવ્યો. ગામમાં આવેલ રાણાભાઈ લુણાભાઈ બાંભણીયાના મકાનમાં એક દિપડીએ બે બચ્ચાનો જન્મ આપ્યો. મકાનમાં દરવાજો ખોલ્યો તો દિપડાના બે બચ્ચા નજરે ચડતા ગામ આખુ ભયભીત બન્યું. સદ્દભાગ્યે બચ્ચાની માં દિપડી હાજર હોત તો કેટલી જાનહાની થાય તે કલ્પના બહાર છે. એક કુતરી વયાણી હોય તો તેના બચ્ચા પાસે આજે પણ જવા દેતી નથી તો આ તો ખુંખાર દિપડાની જાત કેટલાને મોતને ઘાટ ઉતાર્યા હોય સ્થાનિક ફોરેસ્ટર ભરતભાઈ અધવર્યુ અને આરએફઓ રાજલબેન પાઠક શું કરે છે તે જોવાનું રહ્યું પણ હાલ ગામ આખુ દહેશતના માહોલમાં જીવે છે.