શહેરનાં કુંભારવાડા નારી રોડ તરફ જવાનાં રસ્તાને એક વર્ષ કરતાં વધુ સમયથી ડ્રેનેજનાં કામ માટે ખોદી નાખવામાં આવ્યો છે. ત્યારે વિસ્તારનાં રહીશો વેપારીઓ તથા વાહન ચાલકોને આ રસ્તા પરથી નિકળવું ભારે મુશ્કેલ બની રહ્યું છે. રસ્તા પરનું કામ પૂર્ણ કરીને વહેલી તકે યોગ્ય કરવા વાંરવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામ કરાતું ન હોય આજે શહેર કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટનાં પૂર્વ પ્રમુખ ઈમરાન શેખની આગેવાનીમાં સ્થાનિક રહિશો દ્વારા કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.