સિહોરથી ભાવનગર દરરોજ ૬૦૦ થી વધારે મેજીક પેસેન્જર રીક્ષા અને ૪૦૦ થી વધારે પિયાગો થ્રીવ્હીલ રીક્ષાના ડ્રાઈવરો પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવે છે. ટ્રાફીકના નિયમોનું પાલન કરે છે એસ.ટી. સ્ટેન્ડના ૫૦૦ મીટરની ત્રિજયાથી દુર રહે છે છતાં પણ છેલ્લા ૧૦ દિવસથી સિહોરથી ભાવનગરનાં હાઈવે રોડ ઉપર રીક્ષાવાળાને ઉભો રાખી ગાડી ડીટેઈન કરવામાં આવે છે. અને તેના કારણે એક ગરીબ ડ્રાઈવરને ત્રણથી ચાર દિવસની રોજગારી ગુમાવવી પડે છે. સિહોરથી ભાવનગર સીટીબસ સેવા શરૂ થઈ છે. તેની સાથે અમારે કોઈ વાંધો નથી. પરંતુ અમને એવુ લાગે છે કે, તેને ફાયદો કરાવવા માટે રીક્ષા ડ્રાઈવરોનો ભોગ લેવાય છે. ગઈકાલે દસ રીક્ષાઓ એવી છે. જેમના ડ્રાઈવર પાસે હેવીબેઈઝ લાયસન્સ ગાડીના તમામ કાગળો પીયુસી સર્ટીફીકેટ અને ખાલી એક પેસેન્જર હોવા છતાં એસ.ટી.નિગમના અધિકારીઓએ કોઈપણ રજુઆત સાંભળ્યા વગર પોલીસ સાથે રાખી ગાડી ડીટેઈન કરાવે છે. સિહોર અને ભાવનગર મોટી ગાડીવાળા એસ.ટી. સ્ટેન્ડમાં આવી પેસેન્જરો લઈ જાય છે. સિહોરમાં પણ આ જ પરિસ્થીતી છે. છતાં પણ તેની સજાનો દંડ આપે છે. આ બાબતે નાના ડ્રાઈવરોને રોજગારી ચલાવવા માટે રીક્ષા સિવાય બીજુ કોઈ વાહન ન હોય આ બંધ નહી થાય તો અમારે ના છુટકે ૧૭૦૦ થી ૧૮૦૦ રીક્ષાવાળાઓએ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને અમારા કુટુંબના ભરણ પોષમ માટે બીજો કયો ધંધો કરીએ અને છેલ્લા ૧૫-૧૫ વર્ષથી ડ્રાઈવીંગનો ધંધો કરીએ છીએ. આ બાબતે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા આર.ટી.ઓફિસરને પણ આ બાબતે રજુઆત કરીશું તેવી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નિયામક સમક્ષ લેખીત રજુઆત કરવામાં આવે છે.