ભાવનગર મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરમાં દબાણ હટાવ કામગીરીનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સિંધુનગર ખાતેના ગેરકાયદેસર બનાવાયેલા શોભરાજ મંદિર પર બુલડોઝર ફેરવી દિધુ હતું.
શહેરના નવા સિંધુનગરમાં શોભરાજ મંદિર વાળી જગ્યા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ જગ્યા બ્રાહ્મણ જ્ઞાતિના છાત્રાલય માટે કોર્પોરેશન દ્વારા ફાળવ્યા બાદ આ જગ્યા પર શોભરાજ મંદિર હોવાના કારણે જગ્યા સોંપી શકાતી ન હતી મહાપાલીકા દ્વારા આ મંદિર હટાવવા અગાઉ બે ત્રણ વાર પ્રયત્નો કર્યા છતા મંદિર હટાવાયુ ન હતું પરંતુ આજે મ્યુ. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આખરે શોભરાજ મંદીર પર બુલડોઝર ફેરવી દઈ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન વિરોધ કરવા માટે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અનઈચ્છનિય બનાવ બન્યો હતો અને મહાપાલિકા દ્વારા ઓપરેશન પાર પડાયુ હતું. આ કામગીરી દરમિયાન સિંધી સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના કોર્પોરેટર પહોચી ગયા હતા અને તંત્રને દબાણ દુર ન કરવા દબાણ કર્યુ હતું. પરંતુ તંત્ર દ્વારા મક્કમ પણે લોકોનો વિરોધ હોવા છતાં મંદિરનું દબાણ દુર કરી ઓપરેશન પાર પાડ્યુ હતું.