સમય ખુબ બળવાન છે તે ક્યારે પલ્ટી મારે છે તેની આગાહી કોઈ ખગોળ શાસ્ત્રી, અર્થ શાસ્ત્રી કે જ્યોતિષી કરી શકતો નથી. સમય દરેક માણસનો આવે છે કોઈકનો ખરાબ તો કોઈકનો સારો અને આવાજ સમયે આપણને પોતાના અને પારકાની ઓળખાણ થાય છે. તમે ચકાસો તો આપણી આપસના વાતાવરણમાં આવતા લોકો તે પછી આપણા મિત્રો અથવા સંબંધીઓ દરેકનું કામ પૂરું થાય એટલે તેઓ આપણને ટાટા-બાય-બાય કરી દે છે. કાચિંડો દિવસમાં એક વાર રંગ બદલે ફૂલ પણ સવારે ઉગ્યા પછી સાંજે મૂર્જાય છે પરંતુ લોકો સમય સંજોગ અને ફાયદો ગેર ફાયદો જણાય એ પ્રમાણે રણ બદલે છે. જીવનમાં ક્યારેક કોઈના પર સહેલાયથી ભરોસો મુકવો નહિ કેમ કે જ્યાં સુધી લોકોને તમારું કામ હશે ત્યાં સુધી તમને યાદ કરશે અને બોલાવશે પણ જેવું તમારું કામ પૂરું એટલે તમે કોણ અને હું કોણ. મતલબની અને સ્વાર્થની આ દુનિયામાં કોઈ પોતાનું નથી સિવાય આપણા માતા-પિતા દરેક માણસને એક બીજાની પ્રગતિથી જલન થતીજ હોય છે કોઈકે મોઢે મોઢ કઈ દે છે તો કોઈક મનમાં રાખે છે પરંતુ જલન ઈર્ષ્યા અને વેરભાવ દરેકના મનમાં હંમેશા હોય છેજ. સમયની વાત કરી એ પ્રમાણે આજથી ૧૦ વર્ષ પેહલા ભારત દેશની જનતા અને મોટા ભાગની બેન્કના મેનેજર જે વિજય માલ્યાને લોન આપવા માટે તલપાપડ અને મીટ મંદીને ઉભા હતા તેજ લોકો આજે તેની પાસેથી વસૂલી કરવા માટે ગુંડા, પોલીસ અને સિકયુરિટી એજેન્સીની મદદ લઇ રહ્યા છે. બીજું ઉદાહરણ આપતા રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણી કે આજે કપરા સમય સાથે પસાર કરી રહ્યા છે કરોડોમાં આળોટનારો માણસ આજે લાખોમાં રમે છે ત્યારે આજે જૂજ લોકો તેને યાદ કરે છે અને તેને બોલાવે છે. એક સમયના વિખ્યાત કલાકાર અને શોલે ફિલ્મમાં દાદાનો રોલ ભજવનાર એ.કે.હંગલ સાહેબ જિંદગીના આખરી સમયમાં તેમની પાસે કોઈ હતું નહિ, ન તેમની પાસે પૈસા કે ન પ્રતિષ્ઠા. તારક મેહતાના ફેમ ટપુડો એટલે કે ભવ્ય ગાંધી કે જ્યાં સુધી તે સીરિયલમાં કામ કરતો ત્યારે લોકો તેની પાસે જવા અને ફોટો પાડવા માટે તલપાપડ પણ આજે જોવો તેને જોઈને લોકો તેને સામાન્ય વ્યક્તિ તરીકે ગણે છે આમ જીવનમાં તમારી જરૂરત પુરી થાય પછી તમને કોઈજ ઓળખતું નથી. ૧૦૦ માંથી લગભગ ૮૦% પરિવાર અને સમાજના લોકો તમારી જરૂરત પુરી થવા પર અને તમારા ખરાબ સમય આવવા પર તમને યાદ સુદ્ધા નથી કરતા વિશ્વાસ ન આવતો હોય તો ચકાસી જોજો કેમ કે કોઈની સમય હંમેશા માટે સારો રહે તે જરૂરી નથી કેમ કે આજે લોકો સારા અને સાચાને નહિ પણ પૈસાને પૂજે છે તે પછી કોઈ પણ ક્ષેત્રે હોય ધંધાકીય, સમાજ કે પછી પરિવાર જેવા તમે ખાલી દુનિયા પીઠ બતાવીને ચાલી. પેહલાની જેવા કૃષ્ણ સુદામાની જોડી નથી રહી પેહલાની જેવો રાધા કૃષ્ણનો પ્રેમ નથી રહ્યો આપણે રહીએ છીએ રિયલ લાઈફમાં પણ જેમ એક કલાકાર રોલ નિભાવતો હોય એમ સમયાંતરે અનેક રોલ ભજવાયીએ છીએ અને જ્યાં ફાયદો મળે ત્યાં દોડી જઈએ છીએ. મોટા ભાગના લોકો તમને કે તમારા રૂપ કરતા તમારી સત્તા,સંપત્તિ અને સુખને પ્રેમ કરે છે.માટેજ કોઈના પર આંધળો અને જરૂરતથી વધારે વિશ્વાસ કરવો નહિ કેમ જીવનનો શ્વાસ વિશ્વાસ છે અને આજે લોકો ડાયરેક્ટ ઝેર આપીને મારતા નથી પણ વિશ્વાસઘાત કરીને માણસને આંતરિક ઝાટકો આપે છે જેથી કરીને તેની અસર હૃદય કે મગજમાં હુમલો થાય છે અને સાજો સારો માણસ પોતાની માનસિક અને શારીરિક ક્ષમતા ગુમાવી બેસે છે અને પોતાનો જીવ ગુમાવી બેસે છે. બસ તો પછી લઇ લ્યો આજથી એક સમજણ કે જ્યાં સુધી તમારા હાથમાં વસ્યા પૈસા લોકો તમારા સામે હસ્યાં બાકી મતલબી છે આ દુનિયા બદલે છે પવનની ઝડપે રંગ પૈસા માટે પોતાને પારકા અને પારકાને પોતાના કરી દે છે.મોટા ભાગના લોકો તમને કે તમારા રૂપ કરતા તમારી સત્તા ,સંપત્તિ અને સુખને પ્રેમ કરે છે.