ગુજરાત : મહિલા ઉમેદવારની સંખ્યામાં ૩૩ ટકા સુધી ઘટાડો

1029
guj30112017-8.jpg

રાજનીતિમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાની વાત હંમેશા થતી રહે છે પરંતુ આ માત્ર કાગળ સુધી જ મર્યાદિત રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોના ફોર્મ અને અન્ય બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે તો જાણવા મળે છે કે, મહિલાઓને ફાળવવામાં આવેલી ટિકિટમાં આ વખતે ૩૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને ઓછી સંખ્યામાં ટિકિટો આપી છે. ગુજરાતમાં મહિલા સભ્યોની સંખ્યા આ વખતે પણ ઓછી રહી શકે છે. વર્ષ ૨૦૧૨માં જે સંખ્યા હતી તેના કરતા આ વખતે ઓછી રહી શકે છે. 
૨૦૧૨માં ભાજપ અને કોંગ્રેસ તરફથી સંખ્યા હતી તેની સરખામણીમાં આ વખતે સંખ્યા ઘટી ગઈ છે. ૨૦૧૨માં ૩૧ની સામે આ વખતે આ સંખ્યા ઘટીને ૨૧ થઇ ગઇ છે. ૨૦૧૨માં ભાજપ તરફથી ૧૯ અને કોંગ્રેસ તરફથી ૧૧ મહિલાઓ હતી જ્યારે આ વખતે ભાજપ તરફથી ૧૧ અને કોંગ્રેસ તરફથી ૧૦ની સંખ્યા થઇ છે. ૨૦૧૨માં ભાજપ દ્વારા ૧૯ મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી હતી. આ વખતે ૧૧ને મેદાનમાં ઉતારવામાં આવી છે. ૪૨ ટકાનો ઘટાડો આમા થયો છે. આ સ્થિતિ એવા સમયે છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પણ રહી ચુક્યા છે. આનંદીબેને શહેર અને સ્થાનિક સંસ્થાઓને ૫૦ ટકા અનામતન વાત કરી હતી. સાથે સાથે રાજકારણમાં ૩૩ ટકા અનામતની વાત કરવામાં આવી હતી. ૨૦૧૨માં કોંગ્રેસે ૧૨ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે  કોંગ્રેસે ૧૦ને મેદાનમાં ઉતાર્યા છે. આનો મતલબ એ થયો કે મહિલા ઉમેદવારોની સંખ્યામાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. હાલમાં જ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ વચન આપ્યું હતું કે, તેમની પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં વધારે સંખ્યામાં મહિલાઓને ટિકિટ આપશે પરંતુ રાહુલ ગાંધી પણ આ વચન પાળી શક્યા નથી. મહિલા ઉમેદવારોની સંખ્યાના મામલામાં પુછવામાં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે, આમા કેટલાક કારણો રહેલા છે. બીજી બાજુ ભાજપે વસુબેન ત્રિવેદી જેવા વરિષ્ઠ મહિલાઓને પડતા મુક્યા છે. જે છેલ્લી ત્રણ અવધિથી વર્તમાન ધારાસભ્ય તરીકે છે. જામનગરમાંથી બે અવધિ અને જામનગર દક્ષિણમાંથી ૨૦૧૨માં તેઓ ધારાસભ્ય તરીકે રહ્યા હતા. અન્ય ભાજપની મહિલા નેતાઓમાં નરોડામાંથી નિર્મલા વાધવાણીને પડતા મુકવામાં આવ્યા છે જે મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે રહી ચુક્યા છે. ઉપરાંત વઢવાણમાંથી બે અવધિમાં ધારાસભ્ય રહેલા વર્ષા જોષીને પડતા મુકાયા છે. ગુજરાતના સૌથી વરિષ્ઠ મહિલા નેતા આનંદીબેન પટલે આ વખતે સ્વૈચ્છિકરીતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

Previous articleગુજરાતમાં કોંગ્રેસ દિવા સ્વપ્નો જોઈ રહી છે : P.M. નરેન્દ્ર મોદી
Next articleમાર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે