સારા અલી ખાનનું કાર્તિક સાથે સેટિંગ કરાવવા મથી રહ્યો છે રણવીર સિંહ

1115

થોડા સમય પહેલા કરણ જોહરના ટોક શો ’કોફી વિથ કરણ’માં સારા અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે પહોંચી હતી, જેમાં સારાએ કહ્યુ હતુ કે, તે ’પ્યાર કા પંચનામા’ અને ’સોનું કી ટીટું કી સ્વીટી’ના લીડ એક્ટર કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાની આ કબૂલાત પછી ફેન્સ સારા અને કાર્તિકને એકસાથે જોવા ઇચ્છે છે, આ ચર્ચાની સાથે એવી પણ ખબર હતી કે બંને સાથે ફિલ્મ કરવાના છે.

આ ચર્ચા ક્યારે સાચી પડશે, તે તો ખબર નહી. પરંતુ લાગી રહ્યુ છે કે, એક્ટર રણવીર સિંહ સારા અને કાર્તિકની જોડી બનાવી દેશે. તાજેતરમાં જ ઇવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઇ, તેણે કાર્તિકને વિશ કર્યુ અને તેના કાનમાં કંઈક કહ્યું અને હાથ પકડીને સારા પાસે લઇ ગયો.

સારા પાસે આવીને તેણે સારાનો હાથ પક્ડયો અને કાર્કિકના હાથમાં આપીને કહ્યુ, ફાઇનલી યૂ ગાઇઝ હવે મેટ અને બાદમાં તેણે પોતાના હાથ દ્વારા હાર્ટની સાઇન કરી. આ જોઇને કાર્તિક  અને સારા પણ શરમાઇ ગયા હતા, જોકે આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Previous articleદેશમાં ધર્મના નામ ઝેર ફેલાયું, મને મારા બાળકોની ચિંતાઃ નસીરુદ્દીન
Next article‘કબીરસિંહ’ માટે દિલ્હીની ૮ કોલેજમાં કિયારા અડવાણી-શાહિદ કરશે શુટિંગ