તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દિલ્હીની એક કોર્ટ દ્વારા ગંભીરને એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ સાથે કથિત રીતે છેતરપિંડી કરી હોવાના મામલે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર્ટ દ્વારા ગૌતમ ગંભીરને સતત સમન મોકલવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ તેઓ હાજર ન રહ્યા બાદ હવે આ વોરંટ જાહેર કરાયું છે. છેતરપિંડી અંગે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૭ ફ્લેટ ખરીદારો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓએ વર્ષ ૨૦૧૧માં ગાજિયાબાદના ઇન્દિરાપુરમ ક્ષેત્રમાં આવનારા એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફ્લેટના બુકિંગને લઈ ૧.૯૮ કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ અત્યારસુધી આ પ્રોજેક્ટ શરુ થયો નથી.
Home Entertainment Sports ગંભીરને ઝટકો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છેતરપિંડી મામલે કોર્ટે રજૂ કર્યું વોરંટ