ગૈરી કસ્ટર્ન-ડબલ્યૂવી રમન બન્યા મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ

829

ભારતીય પુરૂષ ટીમને વિશ્વકપ જીતાવનાર ગૈરી કસ્ટર્ન અને ડબલ્યૂવી રમન મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ હશે. આ બંન્નેને (૨૦ ડિસેમ્બર)થી આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇની એડ હોક સમિતિએ ગુરૂવારે આ દિવસે પૂર્વ ક્રિકેટરોનું ઇન્ટરવ્યૂ કર્યુ અને તેના પછી કોચ તરીકે તેમના નામની ભલામણ કરી દીધી. આ સમિતિમાં પૂર્વ કપ્તાન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને એસ રંગાસ્વામી સામેલ હતાં.

આ વર્ષે ૩૦ નવેમ્બરે ભારતીય મહિલા ટીમના તત્કાલીન કોચ રમેશ પોવારનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો. કોચ રહેતા પોવારનો ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજ સાથે વિવાદ થયો હતો. મિતાલી રાજે કહ્યું હતું કે, પોવાર સહિત કેટલાક લોકો તેનું કરિયર ખતમ કરવા માંગે છે. જોકે, મિતાલીનો વિરોધ કર્યા વિના ટી-૨૦ની કપ્તાન હરમનપ્રીત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાએ પોવારનું સમર્થન કર્યુ હતું. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ પોવારનો કાર્યભાર વધાર્યો નહી.

Previous articleકેપ્ટન વિરાટ કોહલી આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમે યથાવત્‌
Next articleપાકિસ્તાન પાસે ભલે દેશ ચલાવવા પૈસા ન હોય પરંતુ પાકિસ્તાની વેપારીઓ વાયબ્રન્ટમાં!