નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૯ માં નવીનિકરણ, ઉદ્યોગ સાહસિકતા અને યુવા સશક્તિકરણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જે સંદર્ભે આ સમિટના જ ભાગરૂપે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વૈચારિક શ્રેણી અંતર્ગત ’લીડરશીપ ટોક’નું આયોજન કરવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ સમિટ સંદર્ભે પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર તેમજ આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ’શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાઃ ધ સ્ટોરી ઑફ અ બિલિયન ડ્રીમ્સ’ ઉપરના સમૂહ ચિંતનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવાનો, યુવા વ્યવસાયિકો, ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ, સ્ટાર્ટ-અપ, ખેલજગત અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ ધરાવતા યુવા આઈકોન ઉપસ્થિત રહીને વાર્તાલાપ કરશે. આ મંત્રણામાં યુવાનો દ્વારા વિચારો અને જ્ઞાનની આપ-લે તેમજ યુવાનો દ્વારા સામાજિક અને આર્થિક વિકાસને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે માટે વિચાર-વિમર્શ થશે અને પ્રશ્નોતરી પણ યોજાશે.
રાજ્યના ચાર શહેરોમાં યોજાનાર ’લીડરશીપ ટોક’માં સમગ્ર ભારતના યુવાનો અને ઉદ્યોગપતિઓને તેમના સર્જનાત્મક વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પુજારા, ઈરફાન પઠાણ, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓમાં અરવિંદ મિલ્સના પુનિત લાલભાઈ અને રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાનના વતની અને દેશના સફળ યુવા સરપંચ છાવી રાજવત, ર્એજિંર્િઅ.ર્ષ્ઠદ્બ ના સ્થાપક શ્રદ્ધા શર્મા, ટીચ ફોર ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ શાહીન મિસ્ત્રી ઉપસ્થિત રહીને આવનારી પેઢીની દીકરીઓ સમક્ષ પોતાના અનુભવો રજૂ કરીને તેમના સ્વપનાં સાકાર કરવા પોતાના અનુભવોને તેમની સમક્ષ રજૂ કરીને પ્રેરિત કરશે.
આ ઉપરાંત નોંધણી કરાવેલા ઉમેદવારોને‘ક્રાઉડ સોર્સ્ડ આઇડિયાઝ હેકથોન’ (ઝ્રિૈઙ્ઘટ્ઠર) માં ભાગ લેવાની તક મળશે. આ સ્પર્ધા ગુજરાતના અગ્રણી ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેશન સેન્ટર – આઈક્રિએટ દ્વારા તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી યોજાશે. હેકેથોનનો મુખ્ય ઉદ્દેશ વર્ચ્યુઅલ સ્પર્ધા યોજી યુવા શક્તિને જોડીને ટીમવર્ક શીખવવાનો છે.