ગુજરાતના ઔદ્યોગિક સર્વેની મુલાકાતે આવેલા એક ચાઈના ડેલીગેશને આજે રાજયના પાટનગરની મહાનગર પાલિકાની મુલાકાત લીધી હતી.
મહાનગર પાલીકાના ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડાએ આ ડેલીગેશનને આવકારી રાજયના પાટનગર તેમજ મહાનગર પાલિકાની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જેથી ચાઈના ડેલીગેશને સંતોષ વ્યકત કર્યો હતો. રાજયના પાટનગરમાં બેટરી આધારિત ઉદ્યોગ સ્થાપવાની શકયતાઓ અંગે તપાસ કરી રહેલા આ ડેલીગેશનને ગાંધીનગર પાટનગર હોવાને નાતે કેમિકલ ફ્રી ઝોન હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે આ ડેલીગેશને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો સમય પણ માગ્યો હોઈ, ત્યાંથી સ્વર્ણિમ સંકુલ રવાના થયું હતું.