સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે બાંયો ચઢાવનાર IPS રજનીશ રાય સસ્પેન્ડ

1025

ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ  CID અધિકારી અને ગુજરાત કેડરના IPS રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી સંદર્ભે બાયો ચઢાવનાર અધિકારી રજનીશ રાયને ઘર ભેગા કરી દેવાયા છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયએ વણજારા સહિત સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ અને સઘન પુછપરછ કરી હતી. આ સાથે તત્કાલિન મોદી સરકાર સામે પણ આ કેસમાં બોય ચઢાવનાર રજનીશ રાયે થોડા સમય અગાઉ જ વીઆરએસ માંગ્યુ હતું. જોકે સરકારે રજનીશ રાયને વીઆરએસ આપવાના બદલે સીધા સસ્પેન્ડ કરી દીધા છે. આજે જ કેન્દ્રીય ગૃહ વિભાગે રજનીશ રાયને સસ્પેન્ડ લેટર આપી તેને ઘરે બેસાડી દીધા છે.

Previous articleરાજ્યભરમાં હાડ થિજાવતી ઠંડી : નલિયામાં પારો ૪.૪
Next articleકચ્છમાં ભૂકંપના ૩ આંચકા : લોકો ઠંડીમાં ઘરની બહાર દોડી આવ્યાં