ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોલીસ કર્મચારીનું મતદાન શરૂ

918
guj30112017-9.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ શરૂ થઇ ગયું છે. ભરુચ સહિત તમામ જિલ્લ્માં વોટ નાંખવામાં આવી રહ્યા છે. વોટિંહ બેલટ પેપર પર થઇ રહ્યું છે. હકીકતમાં ૯ અને ૧૪ ડિસેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણીના બે તબક્કા માટે જે સુરક્ષા કર્મીઓની ડ્યૂટી લાગવાની છે, એ લોકોને વોટ નંખાવડાવામાં આવી રહ્યા છીએ. 
ચૂંટણી પંચે ૨૯ નવેમ્બરે અલગ અલગ જગ્યાઓ પર વોટિંગ માટે વ્યવસ્થા કરી છે. જાણવા મળ્યું છે કે ચૂંટણી ડ્યુટીમાં તૈનાત સુરક્ષાકર્મી સૌથી પહેલા વોટ કરે છે અને એમના વોટની ગણતરી પણ પહેલા થાય છે. 
ભરૂચ હેડક્વાર્ટરમાં ગુરુવારે પોલીસકર્મીઓ અને અધિકારીઓએ મોટાપાયા  પર વોટ નાંખ્યા. વોટ નાંખવા માટે સુરક્ષાકર્મીઓની લાંબી લાઇન લાગી હતી. ચૂંટણી પંચે ભરૂચમાં ૯ ડિસેમ્બરે ચૂંટણી ડ્યૂટી પર તૈનાત સુરક્ષાકર્મીઓ મતદાનની ખાસ વ્યવસ્થા કરી હતી. ઇલેક્શન કમિશને જિલ્લામાં ઘણી જગ્યાએ પોસ્ટલ બેલેટનું બંદોબસ્ત કર્યું છે. 
જણાવી દઇએ કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં વોટિંગ થવાનું છે. ૯ અને ૧૪ ડિસેમ્બરે વોટ નાંખવામાં આવશે. પહેલા તબક્કામાં ૮૯ સીટો પર અને બીજા તબક્કામાં ૯૩ સીટો પર વોટિંગ થશે. 
ગુજરાતના રણમાં અલગ અલગ રાજકીય દળોનું ચૂંટણી અભિયાન શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોત પોતાની પાર્ટીઓ તરફથી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી રહ્યા છે.  ૨૯ નવેમ્બરથી રાહુલ ગાંધી પોતાના બે દિવસની ગુજરાતના મુલાકાતની શરૂઆત કરી રહ્યા છે.

Previous articleઅમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથીઃ હાર્દિક પટેલ
Next articleભાજપનો ઘમંડ ઉતારવાનો સમય આવી ગયો છે : સચિન પાયલોટ