૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય મહિલા અધિવેશનના સમાપનમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે

866

ભાજપા મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ત્રિમંદિર, અડાલજ ખાતે ૨૧, ૨૨ ડિસેમ્બરના રોજ યોજાશે. ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યા રાહટકરજીએ જણાવ્યુ કે, ગુજરાત ભાજપાનું સંગઠન દેશભરમાં સૌથી આગવું સંગઠન છે. આવા ઉત્કૃષ્ટ સંગઠનની કાર્યપધ્ધતિથી મહિલા મોરચો વાકેફ થાય તે માટે આ વખતે ગુજરાતમાં મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવી રહ્યુ છે.

રાહટકરજીએ જણાવ્યુ કે ૨૨મી ડિસેમ્બરે અધિવેશનના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને માર્ગદર્શન આપશે તેઓએ કહ્યું કે આજે ભાજપાની સરકારમાં ૭ કેન્દ્રિય મહિલા મંત્રીઓ, ૨ મહિલામંત્રીઓ અતિમહત્વની કેબીનેટ સલામતિ સમિતિના સભ્યપદે છે અને દેશભરમાં ૬ મહિલાઓ ગવર્નર તરીકે પોતાની સેવાઓ આપી રહેલ છે.

ઉલ્લેખનીય છે કે, સુમિત્રા મહાજન લોકસભાના અધ્યક્ષા પદે સેવા આપી રહ્યા છે. તમિલનાડુ રાજ્યના ભાજપા અધ્યક્ષા પણ મહિલા છે. ભાજપાના શાસનમાં આજ સુધી સૌથી વધુ સાંસદઓ, ધારાસભ્યઓ, મેયરઓ, કોર્પોરેટરઓ અને જીલ્લા પંચાયત-નગરપાલિકામાં અધ્યક્ષ પદે મહિલાઓ સેવા આપી રહ્યા છે.

Previous articleકચ્છમાં ભૂકંપના ૩ આંચકા : લોકો ઠંડીમાં ઘરની બહાર દોડી આવ્યાં
Next articleજસદણમાં ભારે ઉત્સાહ વચ્ચે ૭૫% મતદાન