રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આખરે પેટીએમના પેમેન્ટ બેંકના નવા એકાઉન્ટ અને ઇવોલિટ ખોલવા ઉપર કેમ પ્રતિબંધ મુકી દીધા છે તેના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં આરબીઆઈએ ખુલાસો કર્યો છે. આરબીઆઈએ પેટીએમ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને લઇને કેટલાક કારણો આપી દીધા છે. આરબીઆઈએ માહિતી આપતા કહ્યું છે કે, નોઇડા સ્થિત કંપની પેટીએમે નો યોર કસ્ટમરના ગાળા દરમિયાન અનેક નિયમોના ભંગ કર્યા છે. અલબત્ત આ ભંગ કેવા પ્રકારના છે તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ ૧-૯૭ કોમ્યુનિકેશન અને પેટીએમ પેમેન્ટ બેંકના સંબંધથી પણ દેશના કેન્દ્રીય બેંક ખુશ નથી. બેંકમાં ૫૧ ટકા હિસ્સો વિજય શેખર શર્માનો અને બાકી હિસ્સો ૧-૯૭ કોમ્યુનિકેશનની સાથે સાથે તેમની ગૌણ કંપનીઓનો છે. આવા તમામ કારણોસર રિઝર્વ બેંકે કઠોર વલણ અપનાવીને પેટીએમના પેમેન્ટ બેંકમાં નવા એકાઉન્ટ ખોલવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પેમેન્ટ બેંકોથી પોતાની પ્રમોટર સંસ્થાઓને દૂર રાખવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. આરબીઆઈ તરફથી શ્રેણીબદ્ધ રજૂઆત કરવામાં આવી છે. પેમેન્ટ બેંકે ૧૦૦ કરોડ રૂપિયાના નેટવર્ક અને એક એકાઉન્ટના વધારેમાં વધારે એક લાખ રૂપિયા રાખવાના નિયમોનો પણ ભંગ કર્યો છે.
અલબત્ત આ મુદ્દા ઉપર આરટીઆઈના જવાબમાં બેંક તરફથી કેટલીક વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બેકના ઇમેઇલ મારફતે સંપર્ક કરવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી વિગત મળી શકી નથી. પહેલા તો પેટીએમના પેમેન્ટ બેંકમાં નવા ખાતા ખોલવા અને ઇ-વોલિટના મુદ્દા ઉપર જવાબ આપવાનો બેંકે આરટીઆઈ એક્ટના નિયમોનો ઉલ્લેખ કરીને ઇન્કાર કર્યો હતો પરંતુ રજૂઆત કરવામાં આવ્યા બાદ બેંકે માહિતી આપી હતી.