શિવેસેનાએ અયોધ્યા મુદ્દા અંગે ગુરુવારે પોતાના સહયોગી ભાજપ પર હુમલો કરતા કહ્યું કે વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણ પાર્ટી માટે વધુ એક જુમલો બની ગયો છે અને આ મુદ્દો ભાજપને સત્તાની બહાર કરવાનું કારણ બનશે. પાર્ટીએ કહ્યું કે તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં ચૂંટણી પરાજયથી ભાજપ જાગ્યું નથી અને આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે ભગવદ્ ગીતાના ઉપદેશોના સંદર્ભમાં જે પણ કહ્યું પાર્ટી તેનાથી શીખવા માટે તૈયાર નથી. શિવસેનાએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ભાજપની અંદર પણ દબાણ છે. તેમણે પૂછ્યું, પરંતુ ભગવાન રામ માટે ’અચ્છે દિન’ ક્યારે આવશે.
ઉદ્વવ ઠાકરેની નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું, ’શ્રી મોહન ભાગવતે ભગવદ્ ગીતાનો હવાલો આપતા કહ્યું જે હું કરું છું તે સારું. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, એવો અહંકાર રાખનાર લોકો શું કામ ના છે? ’તેમણે ભાજપ માટે એક માર્ગદર્શક સિદ્ધાંત આપ્યો છે.’
શિવસેનાએ પાર્ટીના અખબાર ’સામના’માં છપાયેલા સંપાદકીયમાં કહ્યું કે ’પરંતુ તેનો ફાયદો શું ? આ સરકાર ત્રણ રાજ્યોમાં મળેલી હાર પછી પણ કુંભકર્ણની જેમ ઊંઘમાંથી ઉઠવા માટે તૈયાર નથી. ભાજપા તાજેતરમાં ત્રણ મહત્ત્વના રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણીમાં કોંગ્રેસ સામે પરાજિત થઇ છે. શિવસેનાએ કહ્યું કે સમગ્ર દેશ મંદિર નિર્માણ ઇચ્છે છે. આ જ કારણ છે કે ૨૦૧૪માં ભાજપને મત મળ્યા.
પાર્ટીએ કહ્યું જો કે એવું લાગે છે કે આ મુદ્દો પણ પાર્ટી માટે એક અન્ય જુમલો બની ગયો છે. તેની ’સત્તાથી વાપસી’ની યાત્રા હવે શરૂ થઈ છે. ભાજપા પર નિશાન સાધતા સંપાદકીયમાં લખવામાં આવ્યું છે ભગવાન રામના સારા દિવસો ક્યારે આવશે, જે ૨૫ વર્ષોથી ખુલ્લા તંબૂમાં રહી રહ્યા છે, જ્યારે સત્તા પર બેઠેલા લોકો પોતાની ખુર્સીઓ ગરમ કરી રહ્યા છે.