ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ માટે વર્કશોપ યોજવામાં આવ્યું હતું. જેમાં, ભાવનગરના જાણીતા વ્યાખ્યાતા સીરાજ ગાહાનું વ્યક્તિત્વ વિકાસ વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં, ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં પર્સનાલીટી કઈ રીતે કામમાં આવશે ?
તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ જીવનમાં આગળ વધવુ હોય તો પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો જોઈશે. હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર જ તેના જીવનનું ઘડતર થાય છે. જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં તમારી પાસે એજયુકેશનની સાથે તમારૂ કોઈ વ્યક્તિત્વ ન હોય તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને પર્સનાલીટી ડેવલપમેન્ટનું મહત્વ સમજાવ્યું હતું.
આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએત ેમના વ્યક્તિત્વનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરલી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિનું વ્યક્તિત્વ એ મનુષ્યના જીવનનું એક અંગ છે, અને તે સમાજમાં કેવો ભાગ ભજવે છે ? અને વીદ્યાર્થી તેના જીવનમાં સમયસર તેની વ્યક્તિત્વનો વિકાસ નહીં કરી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનું સ્થાન કયાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.