ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણા ગામે બાપા સીતાના સાનિધ્યમાં જીરોબજેટ આધ્યાત્મિક ખેતી એટલે ગાય આધારીત ખેતીની શીબીરનુ આયોજન થયેલ તેમા ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જીરોબજેટ આધ્યાત્મિક ખેતીનુ માર્ગદર્શન આપતા પ્રફુલદાદા સેજળીયા જીરોબજેટ જન આંદોલન-રોહીતભાઈ ગોટી સહિત અનેકો વિદ્વાન વક્તાઓ દ્વારા ઓર્ગેનિક કૃષિ સાત્વિક ઝેર મુક્ત ખેતી અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું ખર્ચ વગરની ખેતી માટે ખેડૂતોમાં ઉત્સાહ ઠેર ઠેર ઝીરો બજેટ કૃષિ શિબિરોનું આયોજન કરતા કૃષિકારો ભરતભાઈ નારોલા, પંકજભાઈ મુખી, વાલજીભાઈ કાત્રોડીયા, ગણેશભાઈ ઘાસકટાઘ, કાંતિદાદા બગદાણા, તળાજા, મહુવા, પાલીતાણા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝીરો બજેટ કૃષિ અભિયાનને ભારે સમર્થન મળી રહ્યું છે.