રાજુલા નજીક મોડી સાંજે એક ગખખ્વાર અકસ્માત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી ઘટનાની જાણ થતા આગેવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડીગયા હતાં.
જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં રહેતા અને પાણી પુરવઠામાં અગાવ ફરજ બજાવતા ઉકાભાઈ પાતાભાઈ જોગદિયા (ઉ.વ.પ૯) અને તેનો પુત્ર યોગેશભાઈ ઉકાભાઈ જોગદિયા (ઉ.વ.રર) બંને બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રકના પાછળના જોટામાં આવી જતા ઉકાભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે યોગેશને ગંભીર ઈજાઓ થતા ભાવનગર ખસેડાયા હતાં.
ડેડબોડી કાઢવામાં ભારે જહેમત પોલીસ તથા આગેવાનોને ઉપાડવી પડી હતી. ઘાયલ યોગેશને આગેવાનો વનરાજભાઈ વરૂ તેમજ અન્ય્એ પોતાના ખાનગી વાહનોમાં સારવાર અર્થે રાજુલા લાવ્યા હતાં. આ ઘટના જાણ થતા હોસ્પિટલને ટોળે ટોળા અને આગેવાનો હોસ્પિટલો દોડી ગયા હતોં.