ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ આજે ફરીથી લોહીયાળ સાબીત થયો હતો. નારી ગામથી આગળ માઢીયા નજીક આજે બપોરના સમયે આઈશર ટેમ્પો અને બલેનો કારનો ધડાકાભેર અકસ્માત થતા કારમાં બેસેલ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ફૈઝલ આરીફભાઈ કાલવા (ઉ.વ.૧૯)ને ગંભીર ઈજા થતા ૧૦૮ મારફત ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.