સંત શોભરાજ મંદિર સમાધી સ્થળ કે જે આશરે ૧૯પ૬થી રેહલ છે અને જે સિંધી સમાજના આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર છે જેનાં સેકંડો સિંધી સમાજ ઉપરાંત અન્ય સમાજના ભાવિકો રહેલા છે અને આ વિવાદ નામ. હાઈકોર્ટમાં ડબલ બેન્ચ તથા નામ. સીવીલ જજની અદાલત ભાવનગરમાં રે. દિ. કેસ. નં. ર૧-ર૦૦પથી ચાલે છે. અને મેટર સબ જ્યુડીશ હોવા છતાં તંત્ર દ્વારા તોડી પાડી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જેથી આ બાબતની સાચી હક્કિતો પ્રજા સમક્ષ લાવવા સિંધી સમાજે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.