ભાવ. – સોમનાથ નેશનલ હાઈ-વેના પુલ પર મોટુ ગાબડુ પડ્યું

935

રાજુલા- હીન્ડોરડાના એક માત્ર ભાવનગર સોમનાથ કે જાફરાબાદ નેશનલ ૮-ઈનું ૭-મીવાર મોટું ગાબડું, તંત્ર બહેરૂ તો હતુ પણ ગઈ કાલથી આંધળુ પણ થઈ ગયું જર્જરીતે આખોપુલ તુટે અને મોટી જાન હાની થાય તેની રાહ જોઈ રહ્યું છે. નવો બનતો ફોર લાઈન રોડ પછી બનાવો પુલને તાત્કાલિક તોડી નવો બનાવવા લોકમાંગ ટ્રાફિક જામ.

રાજુલાના હીંડોરડાના નેશનલ હાઈવે જે ભાવનગર- સોમનાથ દ્વારીકા કે જાફરાબાદ, રાજુલામાં આવેલ મહાકાય પ થી ૬ કંપનીની અવર-જવર ર૪ કલાક માનવ વાહનથી લઈ લોડીંગ વાહનોની ધમધમતો રહે છે અને ૧ વર્ષ પહેલા બરોબર પુલ વચ્ચે ગાબડુ પડ્યું ત્યારે તાત્કાલિક નેશનલ હાઈવેના અધિકારીઓને જાણ કરેલ કે પુલ સાવ હવે જર્જરીત થઈ ગયો છે પુલને તાત્કાલિક બનાવો અને ફોરટ્રેક રોડ પછી બનાવો તો બહેરા તંત્રએ આ બાબતે ધ્યાન ન દીધું અને જેમ તેમ ગાબડુ પુરી દીધુ તો બીજી વખત તેના કરતા કરતા પ વખત ગાબડા પડતા ગયા એને થીગડા મારતા ગયા અને ભાવનગરથી સોમનાથ સુધીની જનતાને ઉલ્લુ બનાવતું રહ્યું. તંત્ર ત્યા તો ગઈરાત્રે ઓચીંતા મસ મોટુ ગાબડુ પડતા ટ્રાફીક જામ થયું મહામુસીબતે સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત કરી સારી કામગીરી બજાવી પણ હવે જનતામાં ઉકળતો ચરૂ જોવા મળ્યા છે.  અને તમામ આગેવાનો એકઠા થઈ નેશનલ હાઈવે જે નવો ફોર ટ્રેક રોડ બનાવે છે જે એગ્રો કંપનીના અધીકારીઓને અને નેશનલ હાઈવે તંત્રના કાન અને આંખ ખોલવા રજુઆતોનો ઘેર શરૂ કર્યો છે કે ફોરટ્રેક રોડ પછી બનાવો અને પુલનેત ોડી નાખી નવો પુલ તાત્કાલિક બનાવો અને કોઈ જાનહાની થશે તેની તમામ  જવાબદારી તંત્રની રહેશે અને કાર્યવાહી શરૂ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન માટે ચક્રોગતિમાન કરાયા છે.

Previous articleભીલવાડા પાસે વહેતા ગટરના પાણી
Next articleમેગા જોબફેરમાં ૧૪૧ને સ્થળ પર ઓર્ડર અપાયા