સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૪ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી જિલ્લાની ચાર વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે કેન્દ્રિય ચૂંટણીપંચ તરફથી તરીકે નિમાયેલા જનરલ નિરીક્ષક આર. આર. જેન્નુ (ૈંછજી) તથા ડી.મણિગંડન (ૈંછજી) તથા પોલીસ નિરીક્ષક આશુતોષ પાન્ડેયે (ૈંઁજી) કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આજદિન સુધી ચૂંટણી સંદર્ભે કરાયેલી પૂર્વતૈયારીઓ અને તેના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરીને પ્રાથમિક સમીક્ષા કરી હતી.
નોડલ અધિકારીઓને સંબોધતા નિરીક્ષક (જનરલ) મણીગંડને ચૂંટણીપંચની આદર્શ આચાર સંહિતાના ચૂસ્ત અમલીકરણ સાથે જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.
કેન્દ્રિય પોલીસ નિરીક્ષક પાન્ડેયે બેઠકને સંબોધતા જિલ્લામાં યોજાનારી ચૂંટણીના મતદાન પહેલાં પ્રિ-પોલ સંદર્ભે આગોતરૂં આયોજન અને તે અન્વયે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. તેમણે સાબરકાંઠા જિલ્લાની બેઠકો માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા ચૂંટણી મેનેજમેન્ટ પ્લાન નિહાળવા ની સાથે તેની જાણકારી મેળવીને સંતોષની લાગતી વ્યક્ત કરી હતી. બેઠકના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી સ્વરૂપે બંને ચૂંટણી નિરીક્ષકઓની સૂચના અને માર્ગ દર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્રના સરળ સંચાલન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ બેઠક કલેકટર પી.સ્વરૂપે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં આજદિન સુધી વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી ઉપરાંત જિલ્લાના મતદાન કેન્દ્રો, મતદાતાઓ, અગાઉના વર્ષોના મતદાનની ટકાવારી, ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુવીંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એક્ટીવીટીની થયેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી જાણકારી આપી હતી. જયારે પોલીસ અધિક્ષક સૌરભસિંધે જિલ્લા પોલીસતંત્ર તરફથી કાયદો-વ્યવસ્થા અંતર્ગત વિવિધ અટકાયતી પગલાં સહિત પોલીસ ડીપ્લોયમેન્ટ પ્લાનની વિસ્તૃત વિગતોથી ચૂંટણી નિરીક્ષકોને વાકેફ કર્યા હતા.