મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક ગાયક સંગીતકાર ફરહાન અખ્તરના ટીવી સ્ટાર શિબાની દાંડેકર સાથેના સંબંધો હવે જગજાહેર થયા હોવાની જાણકારી મળી હતી.
છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે ઇલુ ઇલુ થઇ રહ્યાની ગોસિપ ચાલી રહી હતી. જો કે બંનેએ જાહેરમાં આ વિશે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. પરંતુ હવે એમ લાગે છે કે આ બંને વચ્ચેની નિકટતા વિશે પૂરતી સ્પષ્ટતા થઇ ચૂકી છે. બંને એકમેકના ગળાડૂબ પ્રેમમાં છે.
છેલ્લા થોડા સમયથી ફરહાન પોતાની મ્યુઝિકલ ટુરમાં દેશનાં વિવિધ શહેરોમાં ઘૂમતો રહ્યો હતો. થોડા સમય પહેલાં એણે સોશ્યલ મિડિયા પર શિબાની સાથેની પોતાની આત્મીયતા જાહેરમાં સ્વીકારી હતી અને એવો અણસાર આપ્યો હતો કે અમે બંને એકમેકના પ્રેમમાં છીએ.
આ સંબંધ કાયદેસરનો બને તો ફરહાનનાં આ બીજાં લગ્ન હશે. અગાઉ એણે પ્રખ્યાત હેરસ્ટાઇલીસ્ટ અધૂના ભાબાની સાથેનાં લગ્ન લગભગ સોળ સત્તર વર્ષ સુધી નીભાવ્યાં હતાં. એ પણ પ્રેમ લગ્ન હતાં. આ મહિનાના આરંભે રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણના લગ્ન અને મુંબઇમાં યોજાએલા રિસેપ્શનમાં ફરહાન અને શિબાની હાથમાં હાથ પરોવીને સાથે આવ્યાં હતાં. એ રીતે તેમણે પોતાનો સંબંધ જાહેર કરી દીધો હતો. મિત્રો દ્વારા યોજાએલી ક્રિસમસ પાર્ટીમાં પણ બંને સાથે હાજર રહ્યાં હતાં.