અભિનેતા ફિલ્મ સર્જક અર્જુન રામપાલ સામે લોન પરત ભરપાઇ કરવામાં નિષ્ફળ નીવડતાં એની સામે ક્રિમિનલ કેસ માંડવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. છેલ્લે મુંબઇની અંધારી આલમના ડૉન અરુણ ગવલીની બાયો-ફિલ્મ ડેડી બનાવનારા અર્જુન રામપાલે વાયટી એન્ટરટેઇનમેન્ટ પાસેથી એક તગડી લોન લીધી હતી જે ૯૦ દિવસમાં ભરપાઇ કરવાની હતી. એ ૯૦ દિવસમાં લોન ભરપાઇ કરી શક્યો નહોતો એટલું જ નહીં પરંતુ એણે લોનના હપ્તા પેટે આપેલા ચેક ડિસઓનર થતાં લોન આપનારી કંપનીએ એની સામે ક્રિમનલ કેસ માંડયો હતો. આ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે ફિલ્મ સર્જકોને નાણાં ધીરવાનું કામ કરીએ છીએ.