પાલનપુરમાં કરોડો રૃપિયાના ખર્ચે બની રહેલું અત્યાધુનિક બસપોર્ટ વિવાદમાં આવ્યું છે. નગરપાલિકાની કોઈ પણ જાતની મંજુરી વગર બાંધકામ ચાલી રહ્યું હોવાનું ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ કરાઈ છે. જેને લઈ પાલિકાનું તંત્ર અવઢવમાં આવ્યું છે.
પાલનપુર ખાતે કરોડોના ખર્ચે બંધાઈ રહેલ બસ પોર્ટના બાંધકામ અંગેનો વિવાદ હવે ચરમસીમા ઉપર પહોંચ્યો છે. રૃપિયા ૭૭ કરોડના ખર્ચે બાંધકામ થઈ રહેલા છે.
તે વાણિજ્ય સંકુલની દુકાનો, શો રૃમ અને ઓફિસોના બુકીંગ માટે પચાસ ટકા બ્લેકમની અને પચાસ ટકા વ્હાઈટના એવી સ્કીમ સાથે ગુજરાત સરકાર અને એસ.ટી. નિગમના નામે બોગસ બ્રોશર બજારમાં ફરતા કરી કરોડો રૃપિયા ઉભા કરી લેનાર કંપની એમ.વી.ઓમ્ની શાયોના, બી. આઈ. પી.એલ. પાલનપુર પ્રા.લી. દ્વારા નગરપાલિકાની કાયદેસરની લેઆઉટ મંજુર કરાવ્યા સિવાય તેમજ બાંધકામ પરવાનગી મેળવ્યા સિવાય મોટાપાયે બાંધકામ શરૃ કરી દેવામાં આવ્યું છે.
બાંધકામ સંદર્ભે બુકીંગ કરાવનારને કોઈ પણ જાતની પાવતી કે રસીદ કે આધાર આપ્યા સિવાય બાંધકામના નાણાં વસુલવામાં આવતા હોવાથી વિજયકુમાર સોલંકી, પાલનપુરએે પોતે ચુકવેલ નાણાંની રસીદ માંગતા વિવાદ ઉભો થયો હતો.
જે સોલંકીએ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ગાંધીનગર સમક્ષ ફરિયાદ કરતા હિયરિંગ બાદના રોજ અધકચરું જજમેન્ટ આવતા સોલંકીએ ગુજરાત રીયલ એસ્ટેટ ટ્રીબ્યુનલ ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરી બે વખત સુનાવણી બાદ આર.એન. દવે સમક્ષ કેસ ચાલી જતા ટ્રીબ્યુનલે તારીખ ૧૩-૧૨-૧૮ના કરેલા આદેશ મુજબ એમ.વી.ઓમ્ની શાયોના બી. આઈ. પી.એલ. પાલનપુર પ્રા.લી. દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયું હોય તે કાયદાની જોગવાઈઓ અન્વયે તોડી નાખવા અને ગેરકાયદે બાંધકામ તોડી નાખવા જે કંઈ ખર્ચ થાય તે કંપની પાસેથી પેનલ્ટી તરીકે વસુલ લઈ શકાતી હોય તો કાયદા અન્વયે પેનલ્ટી પણ વસુલ લેવા પાલનપુર નગરપાલિકાને આદેશ કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી તારીખ ૩૧-૧૨-૧૮ પુર્ણ કરવાનો આદેશ આપતા અને થયેલી કાર્યવાહીનો લેખિત રિપોર્ટ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ રજુ કરવા અને રીપોર્ટ રજુ ન થાય તો નગરપાલિકા વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે. હકીકતમાં રેરા કાયદા મુજબ બાનાખતને પણ રજીસ્ટર કરાવવું ફરજિયાત છે. તેમજ બાનાખત અને બીજી જે કોઈ રકમ વેચાણ લેનાર પાસેથી વસુલવામાં આવે તેમાંથી ૮૦ ટકા રકમ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી કાયદેસરની મંજુરી પછી જ ઉપાડી શકાય તેવી કાનૂની જોગવાઈ છે.
જ્યારે કંપનીએ કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારના નાણાં વસુલ્યા જ નથી તેવું સોગંદપૂર્વક કોર્ટમાં જાહેર કરી ચુકી છે. ટીબ્યુનલે સરકારની પાલિકાની ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો પણ બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કરવો જોઇએ.આ અંગે પંકજ બારોટે જણાવ્યું હતું કે આ અંગે એક વિજય સોલંકીએ રેરામાં અરજી કરી છે. જેથી અમોએ રેરામાં જણાવ્યું છે કે આમાં અમુક રકમ ભરીને મંજુરી આપવાનીીહોય છે તે પણ આઈએએસ અધિકારીના નામની આપવાની હોય છે તેમજ આ રેરાના અધિકાર ક્ષેત્રમાં નથી. આ સરકારનો પોતાનો પ્રોજેક્ટ છે. જેથી આમાં મંજૂરી આપવાનો પ્રશ્ન જ નથી. સરકારે નોટીફીકેશન બહાર પાડી આ કિસ્સા તરીકે એફએસઆઈ વધારી આપી છે. ઉલ્લેખનીય છે કે પાલિકાના અધિકારી અને અરજદારોના નિવેદનો જોતા આગામી સમયમાં પાલિકા શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું છે.