પેથાપુર ચારરસ્તા પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી ૬૪ લાખ ૪૯ હજાર ૫૦૦ રૂપિયાની રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ના દરની ૯,૭૪૧ ચલણી નોટો ઝડપાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ પેથાપુર ચાર રસ્તા પાસે મહુડી તરફથી આવતી એક સફેદરંગની સેવરોલેટ કાર (ય્ત્ન-૦૧-ઈ્-૩૦૬૪)ને રોકતા આરોપીઓએ કાર હંકારી મુકી હતી. ત્યાર બાદ કારને ચાર રસ્તા આગળ મુકી ડ્રાઈવર ચાલક તથા તેમાં બેઠેલા શખ્સો નાસી છૂટ્યા હતા.
આ બાબતે આંતરિક વર્તુળોમાં પોલીસ કાર્યવાહી સામે અનેક શંકા-કુશંકાઓ ઉઠવા પામી છે. ત્યાર બાદ કાર ચેક કરતા તેમાંથી ૨૦૧૬માં પ્રતિબંધિત કરવા આવેલી ચલણી નોટો મળી આવી હતી. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા વધુ તજવીજ હાથધરી છે.