બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે CBIની વિશેષ કોર્ટે પોતાની ચૂકાદો સંભળાવતા તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે ષડયંત્ર કારીઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. સત્યનો વિજય થયો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, આ કેસમાં ગુજરાત સરકારને બદનામ કરવા માટે પોલીસ અધિકારીઓની ખોટી રીતે સંડોવણી કરી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને બદનામ કરવા માટે આ ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. તે સમયની કેન્દ્રની સરકારના સપોર્ટથી દ્ગર્ય્ં દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અંગે ખોટા આક્ષેપો કરાવ્યા હતા.
જેના કારણે ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓ જેલમાં ગયા હતા. પોલીસ અધિકારીઓના પરિવારજનોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે સત્યનો વિજય થયો છે. ૨૨ પોલીસ અધિકારીઓને નિર્દોષ જાહેર થયા છે.