નવાદા રેપ : રાજવલ્લભ યાદવને જન્મટીપ કરાઈ

607

બિહારના ચર્ચાસ્પદ નવાદા રેપ કેસમાં આરજેડીમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા ધારાસભ્ય રાજ વલ્લભ યાદવને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. આજીવન કારાવાસની સાથે જ રાજ વલ્લભ યાદવ પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.

આ મામલામાં કિશોરી સાથે રેપ ગુજારવામાં આવ્યો હતો. નવાદા જિલ્લાના ધારાસભ્ય રાજ વલ્લભ યાદવના આવાસ ઉપર રેપનો આ બનાવ બન્યો હતો. ૧૫ વર્ષીય યુવતીને બાનમાં પકડીને રાખવામાં આવી હતી. આ મામલામાં જસ્ટિસ પરશુરામ યાદવે રાજ વલ્લભ સહિત પાંચ લોકોને અપરાધી ઠેરવ્યા હતા. રેપના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધાના એક દિવસ બાદ જ ૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નાલંદા જિલ્લામાં રાજ વલ્લભ યાદવે શરણાગતિ સ્વીકારી લીધી હતી. પટણા હાઈકોર્ટે આરજેડી ધારાસભ્યને જામીન આપી દીધા હતા. ૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે આ બનાવ બન્યો હતો.

Previous articleતંદૂર કાંડ : દોષિત સુશીલને તરત છોડવાનો આદેશ થયો
Next articleભાજપ રથયાત્રાને બહાલી આપતો ચુકાદો અસ્વિકાર