કરણીસેના અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે શિવરાજભાઈ વીછીયાની થયેલી વરણી

647
guj1122017-1.jpg

ઓલ ઈન્ડિયા કરણી સેનાની અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અમદાવાદ ખાતે ર૦૦૦થી વધારે તમામ ક્ષત્રિયોની ઉપસ્થિતિમાં તમામ રાજપૂતો અને કાઠી ક્ષત્રિયોના ગૌરવ સમા પદમાવતીની સંજય લીલા ભણસાળીએ ખોટી રીતે તમામ રાજપૂતો અને કાઠી ક્ષત્રિયોના પૂજનિય પદ્માવતીને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી દીધાની બારોટ સમાજના ઈતિહાસ જે સુપ્રીમ કોર્ટે ૧૯પ૧માં માન્ય કરેલ ચોપડે (વહી)ના આધારે આવો કોઈ બનાવ બનેલ હોય તેવો ઉલ્લેખ જ નથી. પદમાવતી તો મહાસતી હતા. આજની તારીખે રાજપૂત હોય કે કાઠી ક્ષત્રિય હોય તેમના પત્નીઓની પગની પાની પણ જોવા નથી મળતી જેને હજુ અમુક રાજઘરનામાં ઓજલ પ્રથા આજ પણ શરૂ રહી છે તો તે વખતમાં આવું બને તે તો આમ આદમીને પણ ખબર પડે છે. તો કેન્દ્ર સરકારે પણ આ બાબતે નરેન્દ્ર મોદી પણ ટવીટ કરી કહ્યું છે કે, પદ્માવતી સતી હતા જેનો ન્યાય રાજપૂતોને મળવો જોઈએ. આ બધી વાતો સંગઠનની તાકાતથી કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યું. તે રાજપૂતો અને કાઠી ક્ષત્રિયોની કરણી સેનાના અવાજે તો દરેક રાજ્યમાં દરેક જિલ્લા-તાલુકામાં કરણી સેનાના સંગઠનનો વ્યાપ વધારવા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે શિવરાજભાઈ રામકુભાઈ વિછીયા મુળ (રબારીકા)ની વરણી થતા બાબરીયાવાડ, કાઠીયાવાડ કે પંચાલ સુધી તમામ રાજપુતો તેમજ કાઠી ક્ષત્રિયોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જેને કાઠી ક્ષત્રિયોના બીજા સંગઠન સુર્યસેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ સાળવા ચોવીસીના તમામ ગરાસીયા રાજપૂતો ઉના, ગીર ગઢડા, રાજુલા, જાફરાબાદના પ્રમુખ બાલુભા દાસાજી ગોહિલ, શિવરાજભાઈ વિછીયાને ટેકો આપી સમસ્ત રાજપૂત વતી શુભેચ્છા પાઠવે છે.

Previous articleગાંધીનગર જિલ્લામાં કુલ ૩૬,ર૪૯ નવા નોંધાયેલા મતદારો પ્રથમ વખત મતદાન કરશે
Next articleરાજુલામાં હીરાભાઈના પ્રયાસોથી શરૂ થયેલા રસ્તાના કામોનો ધમધમાટ