દિલ્હી હાઈકોર્ટે આજે ૧૯૯૫ના સનસનાટીપૂર્ણ તંદુર કાંડના મામલામાં દોષિત કોંગ્રેસના પૂર્વ નેતા સુશીલકુમાર શર્માને તાત્કાલિક પ્રભાવ સાથે છોડી મુકવાનો આદેશ કર્યો હતો. તેઓ પોતાના પત્નિ નૈના સહાનીની હત્યાના મામલામાં જેલમાં હતા.
આ પહેલા મામલાની સુનાવણી કરીને કોર્ટે આ મુદ્દાને ગંભીર ગણાવીને દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી તથા શર્માની અરજી પર દલીલબાજી કરી હતી.
સુશીલકુમાર શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં એવા આધાર પર જેલમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.
કે, તેઓ ૨૩ વર્ષ પહેલાથી જેલમાં છે જેમાં માફીની અવધિ પણ સામેલ છે. તેમને સતત જેલમાં રાખવાની બાબત ગેરકાયદે છે. કોર્ટે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિની લાઇફ અને સ્વતંત્રતા પર વિચારણા કરવાની બાબત સર્વોપરિતા સમાન છે. દિલ્હી સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, કોઇ વ્યક્તિના અચોક્કસ મુદ્દત સુધી કઇરીતે જેલમાં રાખી શકાય છે. છોડી મુકવાના દિશા નિર્દેશ કહે છે કે, એક અપરાધ માટે મળેલી આજીવન કારાવાસની સજાના દોષિતોને ૨૦ વર્ષ બાદ અપરાધમાં ૨૫ વર્ષની સજા બાદ મુક્ત કરવામાં આવે તે જરૂરી છે. હવે ૫૬ વર્ષના થઇ ચુકેલા શર્માએ લગ્ન પછીના સંબંધની શંકામાં પોતાની પત્નિની ૧૯૯૫માં ગોળીમારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેમના પત્નિના શવના ટુકડે ટુકડા કરી દીધા હતા અને આ ટુકડાઓને રેસ્ટોરન્ટના તંદુરમાં સળગાવી દેવાના પ્રયાસ કરાયા હતા. તંદૂર હત્યાકાંડના મામલા તરીકે આની ઓળખ થાય છે. ભારતના એવા અપરાધિક કેસ પૈકી એક છે જેમાં આરોપ સાબિત કરવા માટે ડીએનએ પુરાવા અને પોસ્ટમોર્ટમના વારંવાર સમર્થન સાથે તપાસ હાથ ધરાઈ હતી. પોતાની અવધિમાં શર્માએ દલીલ આપી હતી કે, જેલમાં અને જેલની બહાર તેમનું વલણ સારુ રહ્યું છે.