જાફરાબાદથી પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની પુત્રી ચંચલ સોલંકી (ઉ.વ.૧૬) રાજુલા અભ્યાસ માટે આવે છે. આજરોજ નિત્યક્રમ મુજબ રાજુલાથી જાફરાબાદ જતા હતાં. આ અરસામાં લુણસાપુર નજીક અકસ્માત થયો હતો જે ગંભીર રીતે ઘવાયા હતાં. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા ઘાયલ જયદીપ પરમાર, બાવકુ વાળા બંનેને હિંમત કરી જાફરાબાદ હોસ્પિટલે લઈ જઈ આ ૧૬ વર્ષની દિકરીએ મહિલા માટે ગૌરવ રૂપ કામગીરી કરી હતી અને પોતાની ગાડીમાં સારવાર માટે લઈ ગયા હતાં.