૭ વર્ષ પુર્વે ૪૦ લાખના ખર્ચે શાળા બનાવી હવે લાખોના ખર્ચે રંગ રોગાન કામ શરૂ કર્યુ

784

દામનગર શહેરમાં સાત વર્ષ પહેલાં ચાલીસ લાખના ખર્ચે કે કે નારોલા પ્રાથમિક શાળા બાંધી સરકારને અર્પણ કરી દેનાર શિક્ષણ પ્રેમી ઉદારદિલ દાતા સ્કૂલ લોકાર્પણના સાત વર્ષ બાદ શાળા સંકુલમાં ફરી નવા રંગ રોગાન કરી લાખોના ખર્ચે શાળા સંકુલને કાયમી નવીનતમ રાખવા ઈચ્છે તે સમસ્ત શિક્ષણ જગત માટે પ્રેરણાત્મક પગલું કહેવાય.

દામનગરના કરશનભાઇ ધનજીભાઈ નારોલા પરિવારે વર્ષ ૨૦૧૧માં કે કે નારોલા પ્રાથમિક શાળા બાંધી સરકારને અર્પણ કરી માત્ર સાત વર્ષના સમય દરમ્યાન ફરી શાળાને લાખોના ખર્ચે સુંદર રંગ રોગાન કરાવી  રહ્યા છે દાતા પરિવારના કરશનભાઇ નારોલા જાતે પોતાની પસંદગીનો રંગ રોગાન કરવી શિક્ષણ સંસ્થા કાયમી નવીનતમ સ્થિતિમાં શિક્ષણ યજ્ઞમાં આવતા ભવિષ્યનું ઘડતર કરતી રહે શાળામાં આવતા વિદ્યાર્થી ઓ શિક્ષકોને શિક્ષણ સંસ્થામાં કાયમી નવીનતમ લાગે દાન કરેલ સંસ્થા કાયમી સારી સ્થિતિમાં સુંદર શિક્ષણ કાર્ય કરે તે માટે અમારો માત્ર નમ્ર પ્રયાસ છે તેમ દાતા પરિવારે જણાવ્યું હતું.

Previous article૧૬ વર્ષની દિકરી અકસ્માતમાં ઘવાયેલાને પોતાની ગાડીમાં બેસાડી જાફરાબાદ સારવારમાં લઈ ગયા
Next articleરાજુલામાં સફાઈ કામદારોની સમસ્યાનો અંત